પ્રધાનમંત્રીના વાંસી-બોરસી ખાતેના કાર્યક્રમ અન્વયે કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરનામું બહાર પડાયું
- Local News
- February 18, 2024
- No Comment
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે માન.વડાપ્રધાન તેમજ ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રી/મંત્રીઓ, રાજયના ઉચ્ચકક્ષાના પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેનાર હોઇ અને ઉપરોકત મહાનુભાવો ઝેડ પ્લસ કેટેગરી સુરક્ષા કવચ તેમજ એસ.પી.જી.સુરક્ષા ધરાવતા હોઇ અને કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે જરૂરી છે.

જે અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા માન. વડાપ્રધાન ના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતેના તા.૨૨/૦૨/૨૦૨૪ ના કાર્યક્રમ દરમિયાન જાહેર સલામતી સુરક્ષા જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુસર તા.૨૦/૦૨/૨૦૨૪ થી તા.૨૨/૦૨/૨૦૨૪ સુધી નવસારી જિલ્લામાં જમીનથી આકાશ તરફ તુકકલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટીક તેમજ અમુક કલરના કપડા હાથમાં લઇ ફરકાવવા/ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૨૦/૦૨/૨૦૨૪ થી તા.૨૨/૦૨/૨૦૨૪ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ -૧૮૮ હેઠળ બિન જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.
