આત્મનિર્ભર ભારતઃ વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્ક ઉદ્યોગસાહસિકો માટે વિકાસના દ્વાર ખોલશે

આત્મનિર્ભર ભારતઃ વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્ક ઉદ્યોગસાહસિકો માટે વિકાસના દ્વાર ખોલશે

દર મહિને ૩૦૦ ટન જમ્બો બેગની ભારત સહિત યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં પણ થતી નિકાસ, ઉચ્ચ ડિગ્રી ધરાવનાર ૪ યુવકો વર્ષે કરે છે રૂ. ૭૦ કરોડનું ટર્ન ઓવર

‘‘યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનમાં અભ્યાસ કરી બાયો મેડિકલ સાયન્સમાં ડબલ માસ્ટર્સની ડિગ્રી મેળવી ઈંગ્લેન્ડમાં જ હુ મારી ઉજ્જવળ કારર્કિદી ઘડી શક્યો હોત પરંતુ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રેમના વિચારોથી પ્રેરાઈને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના બળવત્તર બની હતી. જેથી લંડનમાં સારા પેકેજની કારર્કિદી છોડી પરત વતન ફરી નવસારીમાં સ્ટાર્ટઅપ તરીકે કંપનીની શરૂઆત કરી હતી.

જે માટે બે બેંકમાંથી સરકારની પોલીસીને આધારિત કુલ રૂ. ૧૨.૫૦ કરોડની લોન લીધી હતી. ટેક્સટાઈલ યુનિટમાં ગણાતા પ્લાસ્ટીક જમ્બો બેગનો બિઝનેસ શરૂ કરી મહિલા સશક્તિકરણની દિશામાં ડગ માંડી ૧૦૦ મહિલા અને ૩૦૦ પુરૂષોને રોજગારી પુરી પાડી ‘‘જોબ સીકર્સ’’ને બદલે ‘‘જોબ ગીવર્સ’’ બની વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કર્યાનો આનંદ છે.’’ નવસારી વિજલપોરમાં રહેતા અને મંદિર ગામની આરેહા ઈલાસ્ટીન કંપનીના ૩૮ વર્ષીય એમડી ચિરાગ ઠુમ્મર જણાવે છે. નવસારીના વાંસી બોરસી ખાતે આગામી તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં પીએમ મિત્ર પાર્કના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે ત્યારે આ પાર્ક ચિરાગ ઠુમ્મર જેવા લાખો યુવા ઉદ્યોગસાહસિકો માટે સોનેરી તક સમાન ગણાય રહ્યો છે.

‘મેક ઈન ઈન્ડિયા’નો નારો વિદેશોમાં ગુંજવનાર નવસારીના યુવા ઉદ્યોગસાહસિક ચિરાગ ઠુમ્મર વધુમાં જણાવે છે કે, યુ.કે.માં સ્ટડી કરતો હતો ત્યારે કન્સ્ટ્રક્શન સાઈટ પર રેતી, કપચી, સિમેન્ટ, ચુનો, કલર અને વેસ્ટ મટીરીયલ્સ માટે, એગ્રિકલ્ચરમાં ખાતર અને બિયારણ માટે, ફાર્માસ્યુટીક્લ ઈન્ડ્રસ્ટીઝમાં દવા માટે અને ઓસ્ટ્રેલિયામાં ડમ્પિંગ યાર્ડમાં ગાર્બેજ માટે પ્લાસ્ટીકની જમ્બો બેગનો વપરાશ મોટા પ્રમાણમાં થતા જોયો હતો.

જેના પરથી આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો પરંતુ આ પ્રોડક્ટ ઈકો ફ્રેન્ડલી હોય તેના પર વિશેષ કાળજી રાખી હતી. જેમ જેમ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકાતો જશે તેમ તેમ અમારી બેગની માંગ વધતી જશે. એક બેગ પાંચ ટન સુધી વજન ઉંચકી શકવાની ક્ષમતા ધરાવે છે. પાંચ વખત રિસાઈકલ પણ કરી શકાય છે. દર મહિને ૩૦૦ ટન જમ્બો પ્લાસ્ટીક બેગની યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આપણા દેશની રિલાયન્સ, મેડલીન અને આલોક જેવી જાયન્ટ કંપનીમાં નિકાસ કરવામાં આવે છે. જેના થકી વર્ષે રૂ. ૭૦ કરોડનું ટર્ન ઓવર થાય છે.

પોતાના શરૂઆતના સંઘર્ષના દિવસોમાં સરકાર કેવી રીતે મદદરૂપ થઈ તેને યાદ કરતા ચિરાગભાઈ જણાવે છે કે, મારી સાથે મારો ભાઈ નિરવ ઠુમ્મર કે જે બી.ઈ. સિવિલ છે, બીજા સંબંધી આશિષભાઈ રાખોલિયા (ઉ.વ.૩૨) કે જેઓ બી.ઈ. મિકેનિકલ એન્જિનિયર છે અને ત્રીજા સંબંધી મહેશભાઈ માલવિયા(ઉ.વ.૩૮) કે જેઓ બી.ઈ. સિવિલ એન્જિનિયર છે, તેઓ સાથે મળીને કોરોનાકાળના બે માસ પહેલા જ આ કંપનીની શરૂઆત કરી હતી. કોરોના કાળ ચાલુ થતા ૧૫ દિવસ સુધી કંપની સંપૂર્ણ શટડાઉન કરવામાં આવી હતી. પરંતુ અમારી પ્રોડક્ટ આવશ્યક ચીજવસ્તુમાં આવતી હોવાથી કલેકટર ની મંજૂરી મેળવી ફરી કંપની ચાલુ કરી હતી.

કંપની ચાલુ કરવા માટે સ્ટેટ બેંક અને એચડીએફસીમાંથી કુલ લોન રૂ. ૧૨.૫૦ કરોડ અને કોવિડ લોન રૂ. ૨.૮૮ કરોડ લીધી હતી. જેમાં લોન માટેની ગેરંટી સરકારે લીધી હતી. કોલેટરલ પણ આપવાનો ન હતો. કોરોનાકાળમાં સવા નવ ટકાને બદલે સવા સાત ટકા વ્યાજદર હતો જેથી એક વર્ષ સુધી રાહત થઈ હતી. સંકટની ઘડીમાં કર્મચારીઓનું ૧૨ ટકા પીએફ પણ સરકારે એક વર્ષ સુધી ભર્યુ હતું. હાલમાં પણ જે ૪૦૦ કામદારો ફરજ બજાવે છે તેઓ સાથે આકસ્મિક ઘટના બને તો તે માટે વર્કમેન કોમ્પેન્શેસન પોલીસી પણ લીધી છે. સરકારની એમ્બ્યુલન્સ દ્વારા દર ૧૫ દિવસે કામદારોનું હેલ્થ ચેકઅપ પણ કરાવીએ છીએ. જે બદલ અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ.

પીએમ મિત્ર પાર્ક કેવી રીતે ઉપયોગી બની શકશે?

નવસારીના વાંસીબોરસી ખાતે પીએમ મિત્ર પાર્કથી સુરતની સાથે સાથે નવસારીના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ ક્રાંતિ સર્જાશે એવુ જણાવી વધુમાં ચિરાગ ઠુમ્મર જણાવે છે કે, સુરત અને નવસારી વચ્ચે કોસ્ટલ માર્ગ અને દિપલા ગામ પાસે ઓવરબ્રિજ બનવાથી સુરત અને નવસારી વચ્ચે કનેકિટીવીટી સરળ બનશે. પીએમ મિત્ર પાર્કમાં સરકાર વીજળી,પાણી અને રસ્તા સહિતની સુવિધા પણ આપશે. જેથી ઉદ્યોગસાહસિકો માટે આ પીએમ મિત્ર પાર્ક એક પહેલ તરીકે ગણાશે. સ્થાનિકો માટે રોજગારીના દ્વાર પણ ખુલશે. તમામ દ્રષ્ટીએ જોઈએ તો, પીએમ મિત્ર પાર્કથી સુરતની સાથે નવસારીનો વિકાસ પણ તેજગતિએ આગળ વધશે.

આખી કંપની ‘સ્વદેશી’ના નારા પર ઉભી કરી, હવે વિદેશમાં ટ્રેડ હાઉસ શરૂ કરી ‘મેડ ઈન ઈન્ડિયા’નો નારો ગુંજશે

ઉદ્યોગસાહસિક ચિરાગભાઈ જણાવે છે કે, જ્યારે ફેક્ટરીની શરૂઆત કરી હતી ત્યારે વડાપ્રધાન ના ‘સ્વદેશી’ના નારાને અનુસરીને તમામ મશીનરી ભારતમાંથી ખરીદી હતી. એક ટાંકણી સુધ્ધા પણ વિદેશથી મંગાવી ન હતી. જમ્બો બેગની ડિમાન્ડ ફોરેન કંટ્રીમાં વધુ હોવાથી અમારૂ આગામી વિઝન વિદેશોમાં ટ્રેડ હાઉસ સ્થાપવાનું છે. જેથી આપણે જાતે ત્યાં વેચાણ કરી ‘મેડ ઈન ઈન્ડિયા’નો નારો વધુ જોરશોરથી ગુંજતો કરી શકીશું. હાલમાં મહિને ૩૦૦ ટન ઉત્પાદન કરીએ છે તે વધારીને ૬૦૦ ટન કરવાનો લક્ષ્યાંક છે. આ સિવાય મલ્ટી ફિલામેન્ટ યાર્ન, લાઈનર અને દોરો બહારથી ખરીદીએ છે તે પણ ઈન હાઉસમાં બનાવવાનું આયોજન છે. જેનાથી સ્થાનિકોને વધુમાં વધુ રોજગારી આપી શકીશું.

Related post

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં મોબાઇલ ચોરી કરી વેચાણ કરનાર આરોપીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી ટીમ

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત…

નવસારી જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે નાગરિકોના મોબાઈલ ચોરીની ફરિયાદો વ્યાપક પણે થઈ હતી આ ગુના ઉકેલ માટે જિલ્લા પોલીસ…
નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે…

નવસારીના તેજસ્વી યુવાન ડોક્ટર ધરવ શેખર પરીખ ધ્વારા દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા થયા…
રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ એવા ચેરમેન પદે તુષારકાંત દેસાઈ ની વરણી

રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ…

નવસારી જિલ્લામાં છેલ્લા 50 વર્ષથી માનવસેવા ને ઉજાગર કરતી અને તબીબી જગત માટે કરોડરજ્જુ બની રહેલી નવસારી રેડક્રોસના ઇતિહાસમાં તબીબ ન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *