વાંસી બોરસી ગામે પી.એમ મિત્ર પાર્ક : 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવશે, દેશનો મોટો ટેક્સટાઈલ પાર્કનો પાયો નાંખશે

વાંસી બોરસી ગામે પી.એમ મિત્ર પાર્ક : 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવશે, દેશનો મોટો ટેક્સટાઈલ પાર્કનો પાયો નાંખશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 15 હજાર કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે,વાંસીબોરસી ગામે અધિક મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓ સ્થળ મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાના વાસી બોરસી ગામે સાકાર થનારા મેગા ટેક્સટાઇલ પાર્કના ખાત મુહૂર્ત પ્રસંગે હાજર રહેશે જેને લઇને રાજ્ય સરકારની દેખરેખ હેઠળ નવસારી વહીવટી તંત્ર અલર્ટ મોડ પર આવીને તડામાર તૈયારીઓ શરૂ કરી છે જેમાં ડોમ બનાવવાની શરૂઆત થઈ છે આ કાર્યક્રમમાં આશરે એક લાખ લોકો હાજર રહેશે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

ભારતીય કાપડ ઉદ્યોગ ઉત્પાદન ક્ષમતા તેમજ કાચા માલની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકાર ઉચ્ચ ગુણવત્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને, ઉત્પાદન તેમજ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરીને અને ટેક્નોલોજી અને કુશળતાને વધુ અપગ્રેડ કરીને ટેક્સટાઈલ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા સાથે આ લક્ષ્યને હાંસલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘P.M. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ-પીએમ મિત્ર) પાર્ક’ એક મેગા પ્રોજેક્ટ તરીકે દેશભરના સાત રાજ્યોમાં આ પાર્કના નિર્માણનો ઉદ્દેશ્ય મોટા પાયે કાપડ ઉદ્યોગની સ્થાપના, વૈશ્વિક કાપડ બજારમાં ભારતને સ્થાન આપવા, ગુણવત્તા માટે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવાનો અને વિશ્વ-સ્તરની સંકલિત ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવવાનો છે. વડાપ્રધાને ગુજરાતના નવસારી જિલ્લા સહિત સાત રાજ્યોમાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાની મંજૂરી આપી છે.

જેમાં નવસારી જિલ્લાના વાસી બોરસી ગામમાં આ પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે.ગુજરાત રાજયના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસીમાં 1,141 એકર જમીનમાં સાકાર થનાર આ મેગા-ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્ક માત્ર ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે એટલું જ નહીં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે. આ પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ મુખ્ય ઉદાહરણ સ્થાપિત કરશે. PM મિત્ર પાર્કની સ્થાપના એ ગુજરાત માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે નવસારીના વાંસી બોરસીમાં તે એકમાત્ર નિર્માણ પામનાર છે.

મેગા ટેક્ષ્ટાઈલ પાર્ક સાથે આશરે 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન પણ થશે.PM મિત્ર યોજના વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવા અને કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન અપાવશે. મિત્ર પાર્ક એક જ સ્થળે, એક જ છત નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ, ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઇન બનાવશે.

આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર પાર્ક’ મેગા પ્રોજેક્ટનું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્નને સાકાર કરવા દેશના સાત રાજ્યોમાં ‘પી.એમ. મિત્ર પાર્ક’ સ્થાપી કાપડ ઉદ્યોગને લાર્જ સ્કેલ બનાવવા, વૈશ્વિક કાપડ બજારમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા, ગુણવત્તાયુક્ત સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવા અને મોટા પાયે વિશ્વ કક્ષાની સંકલિત ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવવા માટે પણ કમર કસી છે

દેશમાંથી 18 રાજ્યોએ ટેક્ષ્ટાઈલ પાર્ક સ્થાપવા માટે દરખાસ્તો મોકલી હતી જરૂરી માપદંડોને ધ્યાને રાખી 18 માંથી 7 રાજ્યની દરખાસ્તોને સ્વીકારવામાં આવી છે. જેમાં પસંદગી પામેલા સાત રાજ્યો તમિલનાડુ(વિરૂધુનગર), તેલંગાણા(વારંગલ), ગુજરાત(નવસારી), કર્ણાટક(કાલાબુર્ગી), મધ્યપ્રદેશ(ધાર), ઉત્તરપ્રદેશ(લખનૌ) અને મહારાષ્ટ્ર(અમરાવતી)માં P.M. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ-પીએમ મિત્ર) પાર્ક એક મેગા પ્રોજેક્ટ તરીકે પાર્ક સાકાર થશે.

22મી ફેબ્રુઆરીએ સાંજે કાર્યક્રમ યોજાશે.નવસારી જિલ્લા વહીવટી તંત્ર તૈયારી શરૂ કરી,લોકસભાની ચૂંટણી પહેલા પીએમના હસ્તે થશે ખાતમુહૂર્ત આ કાર્યકમમાં આશરે 1 લાખ લોકો ભેગા થવાની સંભાવના જોવાય રહી છે.જેમાં કાર્યકમ સ્થળ પર ડોમ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ પાર્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફાઇવ એફ’ના વિઝન મુજબ ટેક્સટાઇલ સેક્ટરના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, જેમ કે આ પાર્કમાં ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન, આ પાર્ક ટુંક સમયમાં આવશે.

વાંસીબોરસી ગામ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આશરે 15 હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે જેમાં સી.એમ ભુપેન્દ્ર પટેલ સહિત અન્ય કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય મંત્રી સહિત સાંસદો તેમજ ધારાસભ્યો હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હસ્તે નવસારી જિલ્લામાં PM મિત્ર પાર્ક સહિત આર.એન.બી સહિત લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમો 22 મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ પાસે આવેલા પ્રોજેક્ટ સાઈટ વિવિધ પ્રકલ્પ ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ થશે. આને લઈ તડામાર તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે અધિક મુખ્ય સચિવ સહિત રાજ્યની GIDCના ચેરમેન અને વહીવટી તંત્ર દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદ સંબોધી જિલ્લા કલેકટર દ્વારા પ્રોજેક્ટની માહિતી આપી હતી.

આગામી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ PM ના સ્વપ્નસેવી પ્રોજેક્ટ એવા PM મિત્ર ટેક્સટાઇલ પાર્ક જે ભારતના અલગ અલગ રાજ્યના સાત સ્થળોએ સાકાર થવા જઈ રહ્યું છે જેમાં ગુજરાતમાં નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ ખાતે આ પ્રોજેક્ટ ના ખાતમુહૂર્ત વિધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22મી ફેબ્રુઆરીએ વાસી બોરસી ખાતે આવશે. જે કાર્યક્રમ સ્થળ ઉપર નિરીક્ષણ કરવા માટે રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ.જી હૈદર અને જીઆઇડીસી ચેરમેન રાહુલ ગુપ્તા સહિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલીની અગ્રવાલ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. નવસારી જિલ્લા કલેકટર ક્ષીપ્રા આગ્રે સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી. ડી.ડી.ઓ પુષ્પ લતા તેમજ એસ.પી સુશિલ અગ્રવાલ હાજર રહ્યા હતા.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *