નવસારીના વાંસી બોરસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૪૪ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
- Local News
- February 22, 2024
- No Comment
નેશનલ હાઈવે ઓથોરિટીના રૂ.૨૦,૦૭૦ કરોડથી વધુ ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાનું લોકાર્પણ-ખાતમુહુર્ત
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. એમાં પહેલો ભાગ, ૩૨ કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.૨૪૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ ૩૨ કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ.૩૨૦૦ કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ ૨૩ કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ.૪૩૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.૨૦ હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાને જનતાને સમર્પિત કર્યા હતા.
સુરત મહાનગરપાલિકા, સુડા અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને રૂ.૫૦૪૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને રૂ.૫૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. તેમાં રૂ.૩૦૦૦ કરોડથી વધુના ખર્ચે ૪૨ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને રૂ.૨૦૦૦ કરોડથી વધુના ખર્ચે ૨૮ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના કાર્યોમાં રૂ.૮૪૦ કરોડના ખર્ચે ૫૦ ઇલેક્ટ્રિક બસોનો પ્રારંભ, રૂ.૫૯૭ કરોડના ખર્ચે નિર્મિત તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના વિવિધ કાર્યો અને રૂ.૪૯ કરોડના ખર્ચે ડ્રીમ સિટી લિમિટેડના વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે, જ્યારે ખાતમુહુર્તના કાર્યોમાં રૂ.૯૨૪ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના, રૂ.૮૨૫ કરોડના ખર્ચે કન્વેન્શનલ બેરેજ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારના વિવિધ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ રૂ.૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી પાણી પુરવઠા યોજના વગેરે જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
₹22,500 કરોડથી વધુના ખર્ચે નિર્મિત બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થશે દેશને સમર્પિત
વડાપ્રધાન દ્વારા જનતાને સમર્પિત વિકાસકાર્યોમાં તાપી જિલ્લાના કાકરાપારમાં સ્થિત બે નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સ ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. 700- 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા બે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે. ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી પરમાણુ ઊર્જા સંયંત્ર (ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ), કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ (KAPP-3) માં યુનિટ-3નું ઉદ્ઘાટન ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્વદેશી નવીનીકરણ અને અત્યાધુનિક સુરક્ષા ઉપાયોનું ઉદાહરણ છે.

૨૦ વિવિધ વિભાગોના રૂ.૫૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ થશે લોકાર્પણ-ખાતમુહુર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ઝોનના ૨૨ જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં ૨૦ વિવિધ વિભાગોના રૂ.૫૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના ૫૫ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્તનો સમાવેશ થાય છે..
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ.૨૨૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.

વડાપ્રધાનના કાર્યક્રમની સાથે સાથે…
– વડાપ્રધાનએ “કેમ છો બધા અને આપણું નવહારી” કહી સૌને સંબોધતા તાળીનો ગડગડાટ ગુંજી ઉઠ્યો
– મોદીએ સૌને મોબાઇલની ફ્લેશ લાઈટ ચાલુ કરી વિકાસ કાર્યોમાં સહભાગી થવા કહેતા પાંચેય ડોમ ફ્લેશ લાઈટથી ઝળહળી ઉઠ્યા
– વડાપ્રધાનએ ભારત માતા કી જયના નારા બોલાવી સૌને શાબાશી આપી
– નવસારીમાં હીરા ચમકતા હોઈ એવું આજે લાગી છે એમ વડાપ્રધાનએ કહેતા સૌ ખુશીથી ઝૂમી ઉઠ્યા
– મોદીએ ગુજરાતની જનતાને 5 F નો મંત્ર આપ્યો
– આપણે ગુજરાતીઓ હિસાબના પાક્કા, પાય પાય નો હિસાબ રાખીએ કહી વડાપ્રધાનએ ગુજરાતીઓને વખાણયા
– વલસાડની હાફૂસ અને નવસારીના ચીકુ દુનિયાભરમાં ફેમસ હોવાનું વડાપ્રધાનએ જણાવ્યુ
– પીએમ સૂર્ય ઘર યોજનાને “વકરો એટલો નફો” ની યોજના વડાપ્રધાનએ ગણાવી
સુરતમાં રૂા.૮૦૦ કરોડના ખર્ચે રીવરફ્રન્ટ સાકારિત થવાથી સુરત પીવાના પાણી સહિત પુરના ખતરાથી છૂટકારો મળશે:વડાપ્રધાન
નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરતના થઇ રહેલા વિકાસની સરાહના કરી જણાવ્યું હતું કે, સુરતમાં રૂા. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા તાપી રીવર બેરેજ થકી દાયકાઓ સુધી પીવાના પાણીનું નિરાકરણ અને પૂરના ખતરામાંથી મુકિત મળશે.
વલસાડની હાફુસ કેરી અને નવસારીના ચીકુ દુનિયાભરમાં વિખ્યાત
વડાપ્રધાનએ વાંસી-બોરસીના કાર્યક્મમાં વલસાડની હાફુસ કેરી અને નવસારીના ચિકુ દુનિયાભરમાં વિખ્યાત હોવાનુ જણાવીને નવસારી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ૩૫૦ કરોડની રાશિની સહાય મળી છે, તેમ ઉમેર્યું હતું.

પીએમ મિત્ર પાર્ક નવસારીને વૈશ્વિક ઓળખ આપશે
નવસારી વાંસી-બોરસી ખાતે રૂા. ત્રણ હજાર કરોડના નિવેશ સાથે પીએમ મિત્રા પાર્કનુ નિર્માણ થશે. જેના થકી નવસારીના વસ્ત્રો દુનિયાભરમાં મશહુર બનશે. સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોની ગુંજ દુનિયાભરમાં મશહૂર બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાનએ વ્યક્ત કર્યો હતો. ગારમેન્ટ, ટેકનિકલ ટેક્ષટાઇલની આખી ચેનની ઈકોસિસ્ટમ બનશે. શ્રમિકો માટે આવાસની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, લોજીસ્ટીક પાર્ક, ટ્રેનિગની સાથે આસપાસના ગામોના વિકાસ સાથે લાખો રોજગારીનુ સર્જન થશે.
પ્રધાનમંત્રીના કાર્યક્રમની સાથે સાથે…
• વાંસી-બોરસીનો પ્રિયમિત્ર પાર્ક દેશનો એવો પ્રથમ પાર્ક છે. જે માટે નવસારી દેશની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નો રાહબર બનશે.
• પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ નવસારી જિલ્લાને રૂા.૩૫૦ કરોડની સહાય કરવામાં આવી છે.
• દાડી નમક સત્યાગ્રહને વિશ્વના નકશા પર અંકિત કરવાનું સૌભાગ્ય આ સરકારે મેળવ્યું છે.
• “મોદીની ગેરંટી” લાખોની જનમેદનીએ મોબાઇલની ફલેશ ચાલુ કરીને વડાપ્રધાનની વિકાસની ગેરંટીને સમર્થન આપ્યું હતું.
• દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વાંસી-બોરસી વિશાળ સમિયાણા આવી પહોંચતા ખુલ્લી જીપમાં પાંચેય ડોમમાં લોક અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ તાળીઓના ગડગડાટ અને ભારત માતાકી જે ના નારા સાથે ઉમળકાભેર આવકાર્યા હતા. એક લાખ ઉપરાંતની જનમેદનીએ વડાપ્રધાનએ નવસારીની ધરતીના આંગણે આવકાર્યા.
• મુખ્યમંત્રીએ ગાંધીજીની મૂર્તિ અને વડાપ્રધાને અયોધ્યા મંદિરની ૫ કિલો ચાંદીથી બનાવાયેલી પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી
• મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ સંગઠન પ્રમુખશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રધાનમંત્રીનું ફુલહાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરાયું
• મહિલાઓએ એક સરખા કલરની સાડી પહેરી રામધુન સાથે વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું.
• જયશ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી પાંચેય ડોમ ગુંજી ઉઠ્યા
• મહિલાઓ દ્વારા રામધૂન અને ભજન સાથે આધ્યાત્મિક માહોલમાં ઉષ્માભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું