
ભારતના ઔદ્યોગિક પિતામહ અને નવસારીના મહાન સપૂત જમશેદજી તાતાનો જન્મદિવસની ઉજવણી કરાઈ
- Local News
- March 3, 2024
- No Comment
1141 ની સાલ તરફ પારસીઓ નવસારીમાં આવ્યા હતા અને ત્રણ સદી જેટલો સમય તેમને સ્થિર થવામાં લાગ્યો હતો

ભારત દેશના ઔદ્યોગિક પિતા અને નવસારીના મહાન સપૂત જમશેદજી નસરવાનજી ટાટા નો આજે જન્મદિન છે તેમને સ્વર્ગીય જન્મદિન ના અભિનંદન અને વધામણા નવસારીની ધરતી મા એક નાનકડા ઘરની નાની ઓરડીમાં માતા કુંવરબાઈ દ્વારા તારીખ ત્રીજી માર્ચ 1839 ના દિવસે નવસારીમાં જન્મ થયો હતો પ્રથમ તબક્કામાં 13 વર્ષ સુધી તેમને નવસારીમાં વિતાવી મુંબઈની એલફિસ્ટન કોલેજમાં અભ્યાસ માટે જોડાઈ ગ્રીન સ્કોલર બન્યા હતા પુત્ર દોરાબ અને રતન ટાટા જોડે ટાટા સન્સ ની સ્થાપના કરી હતી જમશેદજી તાતા ની બહેનો રતનબાઇ માણેકબાઈ વીરબાઈ અને જરબાઈ આ તમામ બહેનોના નામે પણ તેમણે નવસારી સહિત ઠેર ઠેર સખાવતો કરી હતી
જમશેદજી ટાટા એ શિક્ષણ આરોગ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રોએ દુનિયાભરમાં ઠેર ઠેર ભારત સહિત બહુમૂલ્ય પ્રદાન કર્યું છે નવસારી એમને ખૂબ જ વહાલું હતું અને બોટેનિકલ ગાર્ડન માટે નવસારી ની વચ્ચે આવેલો ટાટા બાગ એમનું પ્રિય સ્થાન હતું લગભગ દર વર્ષે મુંબઈથી પણ અહીં ટાટા બાગમાં આવી સૌ શુભેચ્છકો અને પારસી મિત્રોને બોલાવી ચાલો નવસારી એમ જશન કરતા હતા.
એકવાર એમના વિદેશી મિત્ર એ એમને જમવા માટે એક બ્રિટિશ ગોરા દ્વારા ચલાવતી હોટલમાં લઈ જતા ત્યાંના ગોરા મેનેજર દ્વારા તેમને કહે છે કે કુતરાઓ અને ઇન્ડિયન ને અહીં પ્રવેશ નથી ધુત્કારી કાઢ્યા હતા જમશેદજી તાતા અપમાન સહન કરી પોતે મનોમન નક્કી કર્યું આખા દેશની પણ દુનિયામાં વખણાય એવી હોટલ બનાવી છે અને ગ્રેવી ઓફ ઇન્ડિયા કરતા પણ પહેલા 1903 માં આજની વિશ્વવિખ્યાત હોટલ તાજનું નિર્માણ એ જમશેદજી તાતાના સપનાની હકીકત છે કે અપમાન નો બદલો કેવી રીતે વાળી શકાય આજે ટાટા સમૂહ દ્વારા કમાણી પણ સખાવતમાં જ આપવી એવી દુનિયાની એકમાત્ર ટાટા સમૂહની કંપનીઓ છે શિક્ષણ માટે વિશ્વની સૌથી પહેલી સ્કોલરશીપ પણ જમશેદજી ટાટા એ જે એન એન્ડોમેન્ટ નામે શરૂ કરી હતી જેમાં શિષ્યવૃત્તિ લેવામાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે આર નારાયણ ન અને વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી રાજા રામનના જેવા નો પણ સમાવેશ થાય છે અત્યારે પણ કરોડો રૂપિયાની શિષ્યવૃત્તિ પ્રતિ વર્ષ લોન સ્વરૂપે આપવામાં આવે છે
નવસારીના સપૂત હિન્દના ઔદ્યોગિક પિતા અને સખાવતમાં હિમાલયના એવરેસ્ટ શિખર કરતા પણ વધુ ઊંચાઈ અને દરિયા કરતાં પણ વધુ ઊંડાઈ ધરાવનાર ટાટા કંપની અને સ્થાપક જમશેદાતાને વંદન અભિનંદન
જમશેદજી ટાટાની યાદમાં નવસારી શહેરમાં દુધિયા તળાવની બાજુમાં ટાટા હોલ બનાવવામાં આવ્યું જેનું ઉદ્ધાટન વર્ષ 1978 માં વડાપ્રધાન મોરારજી દેસાઈ હસ્તે કરવામાં આવ્યું