સર જે જે પ્રાયમરી શાળામાં નર્સરીના બાળકોનો ગ્રાન્ડ પેરેન્ટસ ડે ઉજવાયો 

સર જે જે પ્રાયમરી શાળામાં નર્સરીના બાળકોનો ગ્રાન્ડ પેરેન્ટસ ડે ઉજવાયો 

નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં નર્સરીના બાળકો માટે ગ્રાન્ડ પેરેન્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોના જીવનમાં તેમના વડીલ એવા દાદા-દાદી, નાના-નાની નું મહત્ત્વ સમજાવતાં આ દિવસ ખૂબ લાગણીશીલ રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના શિક્ષિકા ગૌરીબેન તથા પૂનમબેન દ્વારા ઉદબોધન અપાયું હતું. વડીલો ઘરમાં એક વટવૃક્ષ જેવી છાયા આપનાર સભ્યો છે. જેઓ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે. બાળકોને વ્હાલ આપવામાં તેઓ કોઇ કસર રાખતા નથી.

બાળકો દ્વારા દાદા- દાદીનું તિલક કરી સ્વાગત કરાયું અને બાળકોને તેમને માન આપવાની સમજ આપવામાં આવી હતી. વાલીઓને સમજ આપી કે દાદા-દાદી ખરેખર બાળકના ઉછેરમાં સંસ્કાર આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. દાદા- દાદીના મનોરંજન માટે સંગીત ખુરશી, એક મિનિટ ગેમ, ગ્લાસની રમત જેવી રમતો રમાડી બાળકો પણ તેમને જોઈ ખૂબ જ ખુશ થયા હતા. દાદા-દાદીની રમતો રમવાનો ઉત્સાહ જોવો પણ અનેરો હતો.

કાર્યક્રમમાં પારૂલબેન મહેતાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી અને વાલીઓને પણ પ્રોત્સાહિત કર્યાં હતા. તેમના બાળકોને તેમના દાદા-દાદી પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા જોઈ આનંદિત થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *