
મુંબઈમાં યોજાયેલ વિજય દત્ત એકાંકી નાટય સ્પર્ધામાં નવસારીના કલાકાર ધ્રુવ દવે શ્રેષ્ઠ અભિનેતા દ્વિતીયનો ખિતાબ જીત્યા
- Local News
- March 15, 2024
- No Comment
‘કુલ 21 નાટકો રજૂ થયા હતા જેમાંથી નવસારીના જ ચેતન પવાર લિખિત મેલો નાટકને ત્રીજા શ્રેષ્ઠ નાટકનો એવૉર્ડ મળ્યો’
સંસ્કારી નગરી નવસારીની કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં મુંબઈની મીઠીબાઈ કોલેજ ખાતે વિજય દત્ત એકાંકી નાટય સ્પર્ધા યોજાઈ હતી જેમાં અલગ અલગ પ્રોડક્શનના કુલ 21 નાટકો ભજવાયા હતા. જેમાં નવસારીના જ ચેતન પવાર દ્વારા લિખિત અને દિગ્દર્શિત ‘theatrix production’ માંથી ‘મેલો’ નાટક રજૂ થયું હતું. આ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નવસારીના જ પોતીકા કલાકાર ધ્રુવ દવેને શ્રેષ્ઠ અભિનય પાથરવા બદલ દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
તદુપરાંત ધ્રુવ દવે એ ‘kalaakar production’ માંથી નવસારીના જાણીતા નાટ્યકાર પીયૂષ ભટ્ટ દ્વારા લખાયેલ ‘છેલ્લો પારસી’ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું.