બે-દિવસીય ઉનાઇ મહોત્‍સવ 2024 નો પ્રારંભ:ઉનાઇ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ

બે-દિવસીય ઉનાઇ મહોત્‍સવ 2024 નો પ્રારંભ:ઉનાઇ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ

નવસારી જિલ્‍લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ ઉત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના રમતગમત ,યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્‍સવ-2024 નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તથા મહાનુભવોએ દીપ પ્રગટાવી મહોત્સવનો શુભારંભ કર્યો હતો.

ગુજરાતના લોકો તથા દક્ષિણ વિસ્તારના આદિજાતિ ભાઇ-બહેનોને ઉનાઇ માતામાં અનેરી શ્રધ્‍ધા છે.આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, બે-દિવસીય ઉનાઇ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ છે.

ઉનાઇ મહોત્‍સવમાં ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્ય, ગરબો તથા ગુજરાતના લોકપ્રિય કલાકાર રાજભા ગઢવી દ્વારા લોક ડાયરાનો ભક્તજનોએ દિવ્‍ય નજારો માણ્યો હતો.આ પ્રસંગે ઉનાઇ મહોત્સવમાં તાલુકા પંચાયતના સભ્યો, વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ, વાંસદા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેન પટોળીયા સહિતના અધિકારીઓ, તેમજ ઉનાઇ ગામ અને આસપાસના ગ્રાજજનોએ ઉનાઇ મહોત્‍સવને માણ્‍યો હતો.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *