અસ્થિર મગજની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ નવસારી
- Local News
- March 15, 2024
- No Comment
નવસારી જિલ્લામાંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જાણ કરી હતી કે તેમના વિસ્તારમાં એક મહિલા ફર્યા કરે છે. મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાને કાઉન્સિલિંગ કરતા તેઓ વાસદાના કુકડા ગામના રહેવાસી છે તેમ જણાવ્યું હતું.
૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમને મળતી માહિતી મુજબ મહિલા દશ દિવસથી ઘરે થી જતા રહ્યા હતા અને તેમને શોધતા હતા. અગાઉ પણ એક વાર ભાગી ગયા હતા. અસ્થિર મગજના હોવાથી તેમની દવા પણ ચાલે છે. પરંતુ કોઇ સમયે આવું થઈ જાય છે. મહિલાએ તેમનું નામ અને ગામનું નામ જણાવતા પોલીસ સ્ટેશન માંથી સરપંચનો નંબર મેળવી ફોટો મોકલતા ખબર પડી કે મહિલા આ ગામની જ છે. જેથી તેમના પરિવારમાં તેમના પતિ અને દીકરાને સમજાવેલ કે હવે ભાગી નહી જાય તેનું ધ્યાન રાખવું તેમ જણાવી મહિલાને તેના પરિવારને સુરક્ષિત સોંપવામાં આવી હતી.