નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઈલ વેટરનરી યુનિટ ચીખલી તાલુકાના હોન્ડગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે

નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઈલ વેટરનરી યુનિટ ચીખલી તાલુકાના હોન્ડગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે

નવસારી જિલ્લા પંચાયતના પ્રાગણમાંથી ચીખલી તાલુકાના હોન્ડ ગામ માટે આજ રોજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતું પશુ દવાખાનું)નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલ મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત છે.જેને અનુલક્ષીને ગુજરાત રાજયના નવસારી જિલ્લા સહિત અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા, ભરુચ અને મહીસાગર જિલ્લામાં નવા મોબાઈલ વેટરીનરી યુનિટની ભેટ અપાઈ રહી છે.

આ નવા મોબાઇલ વેટરનરી યુનિટ હોન્ડગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે.નવસારી જિલ્લામાં ૧૧ મોબાઈલ વેટરનરી યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. આજરોજ લોકાર્પણ થયેલ આ મોબાઇલ વેટરનરી યુનિટ જિલ્લાની ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન મહાલા, નાયબ પશુપાલન અધિકારી ડો. એમ.સી.પટેલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર નિરવ પ્રજાપતિ તથા મોબાઈલ વેટરનરી યુનિટના ડોક્ટરો અને પાયલોટો તમામ તાલુકાના પશુ ચિકિત્સકો સહિત વિવિધ સમિતિના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *