જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરતા: ધારાસભ્ય આર. સી. પટેલ

જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરતા: ધારાસભ્ય આર. સી. પટેલ

જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સૂપા રેન્ઝ દ્વારા મિયાવાકી પદ્ધતિથી બનાવેલ “કવચવન 2023-24” નો લોકાર્પણ જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર સી પટેલ વરદહસ્તે કરાયો હતો.

કવચવનમાં અલગ અલગ 100 પ્રકારની પ્રજાતિના કુલ 5000 રોપા નું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું. આજે એ એક નાનકડા વન માં પરિવર્તિત થયેલ છે. જેમાં અલગ અલગ 20 થી 22 પ્રકારના પક્ષીઓ અને 15 પ્રકારના પતંગિયા જોવા મળે છે તથા અહી બેસવા માટે વન કુટીર, બાળકો માટે ક્રીડાંગણ,વડ પૂજન માટે વડ વાવેતર અને સાથે બેસવાના ઓટલા, ચાલવા માટેના વનમાંથી પસાર થતા વોલ્ક વે, ચબુતરો, ઔષધીય રોપાનું વાવેતર ,કમળ કુંડ, પૂરાણીય કૂવાનું સમારકામ કરી તેને ભાતીગળ ચિત્રોથી રંગી આકર્ષણ નું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.આરક સીસોદ્રા ગામ અલગ અલગ 6 ગામો ને જોડતો રસ્તા ધરાવતું હોય અંહી સહેલાણીઓ કવચવન ની મુલાકાત લેતા રહે છે

આ ઉપરાંત શાળા કોલેજના વિધાર્થીઓ પણ અહીં અર્બોરેટમ તરીકે કવચ વન નો ઉપયોગ કરે છે ગ્રામજનો અહીં ચાલવા માટે તથા કસરત કરવા માટે આવે છે વડીલો અહીં ગોષ્ઠિ માટે પધારે છે અને વટેમાર્ગુ અહી વિરામ કરવા બેસે છે આમ અનેક રીતે લોકો કવચવનનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પ્રસંગે ધારાસભ્ય આર. સી. પટેલે જણાવ્યું હતું કે દરેક ગામમાં આવું એક કવચ વન હોવું જ જોઈએ.

આ પ્રસંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગના વડા ભાવનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે સૌ સાથે મળીને વૃક્ષો વાવવા જોઇએ અને તેનું જતન કરવું જોઈએ.

આ પ્રસંગે તાલુકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ, જલાલપોર તાલુકા પંચાયતના સદસ્યો,ગામના સરપંચ, ગ્રામજનો વિધાર્થીઓ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *