
ઉત્કર્ષ મંડળ નવસારી ધ્વારા રાહતદરે રક્ત ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું
- Local News
- April 11, 2024
- No Comment
નવસારી શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી નવસારીની સમાજસેવી એવી સંસ્થા ઉત્કર્ષ મંડળ ધ્વારા ગતરોજ આશાબાગ હોલ રક્ત ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 195 જેટલા વ્યક્તિઓનું બ્લડ ટેસ્ટિંગ માટે સત્યમ લેબ નવસારીના સંચાલન હેઠળ માનવ રક્તના માન્ય પેરા મીટર પ્રમાણે 65 પેરા મીટરના ટેસ્ટ માટે મુંબઈ સ્થિત જનરલ ડાઇગનોસટીક કંપનીના સહયોગ થી ટેસ્ટિંગ માટે મોકલવામા આવ્યું હતું.
જે ટેસ્ટિંગ થઈ રીપોર્ટ તા.16 એપ્રિલ નારોજ આપવામા આવનાર છે.ઉપરોક્ત ટેસ્ટ જે સામાન્ય રીતે પાંચ હજાર રૂપિયા ખર્ચ થતો હોય છે. હાલના સમયમાં સમાન્ય લોકો ખર્ચ ન કરી શકતા હોય તેવા લોકો માટે આ ટેસ્ટ બિલકુલ સામાન્ય દર રૂપિયા આઠસો માં કરવામા આવ્યા હતુંટેસ્ટિંગ માટે મોટી સંખ્યામા માનવમહેરામણ ઉમટયુ હતુ .મંડળ તરફ થી તમામ માટે ચા કોફી ,નાસ્તા, ફળાહાર ની સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી.કેમ્પ મા 250 ઉપરાંત વ્યક્તિઓ નુ બ્લડ પ્રેશર ફ્રી મા ચેક કરી યોગ્ય તે સ્વાસ્થ્ય વર્ધક સલાહ સુચન પણ આપવામાં આવ્યા હતું.
કેમ્પ મા ઉત્કર્ષ મંડળ ના સભ્યો, સહયોગીઓ, દાતાઓ નો ખૂબ જ સરસ સહયોગ પ્રાપ્ત થયા બદલ ઉત્કર્ષ મંડળ તરફથી તમામ નો પ્રમુખ હરેશ વશી તરફ થી આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.