ગુજરાત સ્ટેટ વેઇટલીફટીંગ એસોસિએશનના હોદ્દેદારોની નિમણુંક કરાઈ
- Local News
- June 10, 2024
- No Comment
ગુજરાત સ્ટેટ વેઇટલીફટીંગ એસોસિએશન ની સ્પેશ્યલ જનરલ બોડી મીટીંગ નવસારી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત સ્ટેટ વેઇટલીફટીંગ એસોસિએશનના એડ હોક કમીટીના ચેરમેન કુમ્બાસી સુબ્રમણ્યા,એડવોકેટ રજનીશ ભાસ્કર વિજય કરપે, રીટર્નીંગ ઓફીસર કૌશીક બીડીવાલા,વેઇટલીફટીંગ ફેડરેશન ના ઓબઝર્વર રવિ શર્મા,ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન ના ઓબઝર્વર લક્ષમણ કરંજગાવકર ઉપસ્થિત રહયા હતા.
જેમાં ગુજરાત સ્ટેટ વેઇટલીફટીંગ એસોસિએશન ના આગામી ચાર વર્ષ માટેના પ્રમુખ તરીકે રાજેન્દ્ર વી. સેલર વડોદરા, ઉપ પ્રમુખ ડો. મિહિર એન પટેલ મહેસાણા,હૂફરીઝ જે. ચિનોઇ વલસાડ,જનરલ સેક્રેટરી ડો. મયુર એમ. પટેલ નવસારી,જોઈન્ટ સેક્રેટરી અમિતસિંહ એ. રાઠોર સુરત,કિરણ બી. વસાવા નર્મદા,ટ્રેઝરર ડો. રૂસ્તમ એન. સદરી નવસારી, એકઝીકયુટીવ કમિટી મેમ્બર્સ ગીરીશકુમાર આર. પાંચાણી જુનાગઢ, છાયા બી. પટેલ સુરત, અસ્પાક એ. ઘુમરા રાજકોટ, રવિન્દ્ર એમ પટેલ ભરૂચ, વિજય ડી. પાટીલ તાપી ની હોદેદારો તરીકેની નિમણુંક થઇ હતી.