“આપણી શાળા સલામત શાળા” અંતર્ગત નવસારી જિલ્લાના શિક્ષકો અને બાળકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
- Local News
- June 10, 2024
- No Comment
સ્વચ્છ હરિયાળી સલામત અને ટકાઉ શાળાના સંકલ્પ અંતર્ગત જિલ્લા કક્ષાની સક્ષમ શાળાની તાલીમ ચીખલી મુકામે રાખવામાં આવી હતી જેમાં સમગ્ર નવસારી જિલ્લાના ૮૦ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી . “આપણી શાળા સલામત શાળા” તાલીમ અંતર્ગત શિક્ષકોને શાળા સલામતીના મુદ્દાના ભાગરૂપે ચીખલી કન્યાશાળાની મુલાકાત કરવામાં આવી જ્યાં બીલીમોરા નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું .

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અરૂણકુમાર અગ્રવાલ દ્વારા “આપણી શાળા સલામત શાળા” વિશે સમજ આપી તમામ શાળાઓ બાળકો અને શિક્ષકોની સલામતી માટે ખૂબ જ ભાર મુક્યો હતો.તેમજ તકેદારી રાખી ફાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન છે કે નહીં તેની શાળા શરૂ થયા પહેલા ચકાસણી સુનિશ્ચિત કરવા શાળાના શિક્ષકોને જણાવ્યું હતું. તેમજ કુદરતી આપત્તિ સમયે રાખવાની થતી સાવધાની તેમજ આ આપત્તિઓ દરમિયાન પોતાને અને અન્ય લોકોને સલામત કેવી રીતે રહેવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
