
૨૧મી ઓગસ્ટ ના દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પનું આયોજન કરાયું
- Local News
- August 17, 2024
- No Comment
સરકારી આયુર્વેદ હોસ્પિટલ,નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન વ્યકિતઓ માટે આ કેમ્પ તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ,કાલિયાવાડી,નવસારી ખાતે વૈદ્ય પંચકર્મ ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાશે.
આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં ડાયાબીટીસ,બ્લડ પ્રેસરની તપાસ નિદાન સારવાર,કબજીયાત,કપવાત,વાયુના રોગો,સાંધાના રોગો,ચામડીના રોગો,અનિદ્રા,યાદશકિત ઘટવી,નબળાઇ વગેરેની તપાસ કરવામાં આવશે. નવસારી જિલ્લાના સિનિયર સિટીઝનને આ કેમ્પનો લાભ લેવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.