નવસારીની એ બી સ્કૂલમાં ગુજરાતી, અંગ્રેજી,હિન્દી ભાષામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

નવસારીની એ બી સ્કૂલમાં ગુજરાતી, અંગ્રેજી,હિન્દી ભાષામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

નવસારીની એ બી સ્કૂલમાં સમાજ અને વ્યક્તિત્વનું ઘડતર કરે એવા વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જુદા જુદા ભાવુક કરે એવા વિષયો પાર વિદ્યાર્થીઓની રજૂઆતો થઈ હતી.

ધોરણ 9 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે શાળાના જ શિક્ષકો દ્વારા જુદા જુદા વિષયો અપાયા હતા જેમાં 3 ભાષાઓનો સમાવેશ કરાયો હતો. ગુજરાતી ભાષામાં ખાસ કરીને “વડીલો અને સંતાનો વચ્ચે વધી રહેલ જનરેશન ગેપ” અને “બાળકનું ખુલ્લું આકાશ પિતા” પર હિન્દી ભાષામાં ખાસ કરીને “સ્વાભિમાન અને ગર્વની ભાષા હિન્દી” પર અને અંગ્રેજી ભાષામાં ખાસ કરીને “એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ” વિષયો પર વિદ્યાર્થીઓએ બધાને ભાવુક કરી દીધા હતા.

આ સ્પર્ધામાં નિષ્પક્ષ નિર્ણાયકો તરીકે બી. પી. બારીઆ સાયન્સ કોલેજના પ્રાધ્યાપકો ડો. સ્વાતી નાયક અને એકતા દેસાઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નિષ્પક્ષતા પૂર્વક બંને નિર્ણાયકોએ ગુજરાતી ભાષામાં પ્રથમ ક્રમે ધો. 9 નો લાડ કુશ, દ્વિતીય ક્રમે ધો. 9 નો નાયક હાર્દ અને તૃતીય ક્રમે ધો. 9 ની ચૌહાણ રાજવી રહ્યા હતા.

હિન્દી ભાષામાં પ્રથમ ક્રમે ધો. 9 ની બોડા આર્યા આજે દ્વિતીય ક્રમે ધો. 10 ની ટંડેલ જીયા રહ્યા હતા. તેમજ અંગ્રેજી ભાષામાં પ્રથમ ક્રમે ધો. 9 નો પટેલ નીલ અને દ્વિતીય ક્રમે ધો. ના જ પટેલ આસ્થા અને માહલા કૃતિ રહ્યા હતા. શાળા પરિવાર તરફથી આ તમામ વિજેતાઓને સ્મૃતિભેંટ અને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ સરાહનીય રીતે કરાયું હતું.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *