૨૬ સપ્ટેમ્બર ના રોજ નવસારી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

૨૬ સપ્ટેમ્બર ના રોજ નવસારી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

નવસારી જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ સપ્ટેમ્બર-૨૦૨૪ ના રોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, પહેલો માળ, કાલિયાવાડી, નવસારી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે.

સપ્ટેમ્બર -૨૦૨૪ ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલી તંત્ર, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો સબંધિત ખાતાના અધિકારી અને કલેકટર સાંભળશે. એક કરતાં વધુ શાખામાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ-સરનામા વગરની કે વ્યકિતગત, આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે, પ્રથમ વખતની અરજી અને આ કાર્યક્રમમાં રીપીટનાં પ્રશ્નો પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહિ.

જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને, તાલુકાકક્ષાનો હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલી હોવી જોઇએ અને તેનુ નિરાકરણ થયેલું નહિ હોઇ. અગાઉના સબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ સાથે રાખવી. અરજદારે પ્રશ્નો અંગેની લેખિત અને ટાઇપ કરેલ અરજી (સંબંધિત વિભાગને કરેલી અરજીની નકલ સાથે) કલેકટર કચેરી, નવસારી ખાતે રજૂ કરવાની રહેશે. અરજી પર ‘ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ એ મુજબ દર્શાવવાનું રહેશે. અરજદારે અલગ-અલગ વિષય દર્શાવતો પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. અરજદારે અરજી તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહિ. તેમ નિવાસી અધિક કલેકટર,નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

સ્ટારલિંક-એરટેલ ડીલથી ભારતને કેવી રીતે ફાયદો થશે? એરટેલ-સ્ટારલિંક ડીલ વિશે વિગતવાર જાણો

સ્ટારલિંક-એરટેલ ડીલથી ભારતને કેવી રીતે ફાયદો થશે? એરટેલ-સ્ટારલિંક ડીલ…

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે એક મોટી જાહેરાત કરી છે. કંપની એલોન મસ્કના સ્પેસએક્સ સાથે એક સોદો કરવા જઈ…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *