નવસારી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં :કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઇ : કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી

નવસારી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં :કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઇ : કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા ઓગષ્ટ-૨૦૨૪ માં જુદા-જુદા એકમોમાંથી કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં છે. જેમાં તહેવારો નિમિત્તે ફરાળી વાનગી બનાવવા માટેની પેકીંગ ખાદ્યચીજો ફરાળી, ફરાળી બિસ્કીટો, ફરાળી રાંધેલો ખોરાક-વડા-પેટીશ વિગેરે, મિઠાઇ, ફરસાણના નમૂનાઓનો સમાવેશ થાય છે. મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને પિરસવામાં આવતા રાંધેલ ખોરાક તેમજ તેના કાચા સામાનના નમૂનાઓ લેવામાં આવ્યા છે.

આ અગાઉ ધનહર મસાલા ભંડાર પ્રા.લી. માણેકપોર, જલાલપોર ખાતેથી ફરાળી શિંગોળાનો લોટ બનવવા માટે વપરાતા આખા શિંગોળા ખાદ્યચીજનો નમૂનો લેવામાં આવ્યા હતાં. જે અનસેફ જાહેર થતા આ પેઢી વિરૂધ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એલ.સી. નવસારી સાથે સંયુકત કામગીરીમાં કુલ-૦૮ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર નમૂના લીધા બાદ કુલ-૨૯૧૮ લી. નો જથ્થો જેની કિંમત કુલ-૧૩,૬૬,૯૯૮/- રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જે પૈકી રીફાઇન્ડ પામઓઇલ તેલ (લીલી) બ્રાંડ એડલટ્રંટ (ઘી માં ભેળસેળ કરવા વાપરવા માટે સંગ્રહ કરેલ શંકાસ્પ્રદ જથ્થો) તરીકે લેવામાં આવેલ, ક્રિમ (લુઝ) તથા અન્ય કુલ-૬ નમૂના અલગ-અલગ બ્રાંડના ઘી ના હતા એ તમામ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલું હોય શિવ ફૂડ પ્રોડક્ટ, ઓણચી, નવસારી વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પેઢીનો પરવાનો ડેઝીગ્નેટેડ ઓફિસર, નવસારીનાઓએ કુલ-૬૦ દિવસ માટે સ્થગિત(સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લા ખાતે આવેલ જુદા-જુદા એકમો મળી કુલ-૧૨૯ પેઢીઓની તપાસ કરવામાં આવેલ જે પૈકી કુલ-૯ પેઢીઓ વિરૂધ્ધ રજીસ્ટ્રેશન ન ધરાવતા હોય ફૂડ સેફટી ઓફિસરોએ કંમાઉન્ડીંગ સમાધનલક્ષી અરજીઓ દાખલ કરવામાં આવેલી જે પૈકી કુલ-૬ અરજીઓ સામે ડેઝીગ્નેટેડ ઓફિસર, નવસારી દ્વારા સમાધન હુકમથી નિકાલ કરી કુલ રૂ.૧૭,૫૦૦/-નો દંડ કરવામાં આવ્યો છે. એક અરજી સમાધાનલક્ષી કાર્યવાહી માટી પેન્ડીંગ છે તેમજ કુલ-૨ અરજીઓ શ્રધ્ધા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ અને ઓરેંજ હોસ્પિટલ ખાતે આવેલ કેન્ટીંન વિરૂધ્ધ ફૂડ સેફટી ઓફિસરને એજ્યુડીકેશનની આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે. તેમજ કુલ-૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી જે પૈકી કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ (Improvement Notice) પાઠવવામાં આવેલી છે. તેમ ખોરાક અને ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *