
દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરાઈ
- Local News
- September 11, 2024
- No Comment
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ત્રણ સિસ્ટમ સક્રિય થતા તેની અસર હવામાન વિભાગે 48 કલાક માટે દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
આજે અરવલ્લી, મહિસાગર,પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,સુરત,તાપી,નવસારી, વલસાડ, અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદ શક્યતા વ્યકત કરાઈ છે
આજે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે
રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા આજે કેન્દ્રની ટીમ ગુજરાત આવશે. આ ટીમ રાજ્યમાં વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પાક ધોવાણ અને જમીન ધોવાણ સહિતની નુકસાનીનો તાગ મેળવશે.
ટ્રાફિક સંબંધિત ફરિયાદ માટે નવો નંબર 18002331122
ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. હવેથી ટ્રાફિક સંબંધિત ફરિયાદ 18002331122 પર કરી શકાશે. ફરિયાદ મળ્યા બાદ ત્વરીત એક્શન લઇ સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે.