
જુની રમતોને:ડિજિટલ યુગમાં 1980થી 1990 યુગની રમતોને ફરી જીવંત કરવા સાથે ફરી યાદ તાજી થઈ
- Local News
- September 12, 2024
- No Comment
આજના બદલાયેલા જમાના સાથે રમતોમાં પણ પરિવર્તન આવી ગયું છે. આજના બાળકોનું સમગ્ર જાણે મોબાઈલ બની ગયું છે. શેરી, મોહલ્લા તેમજ મેદાનમાં રમાતી રમત ધીરે ધીરે લુપ્ત થવાને આરે આવી પહોંચી છે. તેવા સમયમાં નવસારી શહેરના એક ગણેશ મંડળ દ્વારા વર્ષ 1980 થી 1990 ના દાયકામાં બાળકો દ્વારા રમવામાં આવતી હતી તેવી પરંપરાગત રમતોના સાધનથી ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે. જે હાલ નવસારી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.
આવતા જતા લોકો જોતા જ ઊભા રહી પોતાના બાળપણને યાદ તાજા કરી રહ્યા છે. એક સમયે ભમરડો, લખોટી, બોલબેટ, પાનાની કેટ અને લુડો આ ગલ્લી ડંડા, બોલ બેટ, કોડી જેવી રમતો અને પ્રોત્સાહિત કરવા માટે ગણેશ યુવક મંડળ દ્વારા થર્મોકોલ માંથી ગણેશ પ્રતિમા બનાવતા 90 ના દાયકામાં જન્મેલા લોકો આ મૂર્તિને એક નજરે જોઈ પોતાના ભવ્ય ભૂતકાળમાં સરી રહ્યા છે.
https://www.facebook.com/share/v/oMJvQbDGNpkgUjqU/?mibextid=qi2Omg
આ ગણેશ યુવક મંડળની થીમ દર વર્ષે અલગ અલગ નવસારી શહેરના ગણેશચોક પાણીની ટાંકી દુધિયા તળાવ પાસે છેલ્લા 48 વર્ષથી મંડળ દ્વારા સંદેશાત્મક થીમ ઉપર ગણેશ પ્રતિમાજીત કરવામાં આવે છે. જેમાં સમાજને કોઈકને કોઈક સારો સંદેશ આપી શકાય તેવા ઉદ્દેશથી આ મંડળના સભ્યો મથામણ કરીને ગણેશ પ્રતિમાનું ડિઝાઇન કરે છે.
આ વર્ષે ભુલાયેલ વિસરાયેલ રમતોને ફરી જીવંત કરવાનો પ્રયત્ન કરી અલગ અલગ જેમાં બાપા નું મુગટ લખોટીમાંથી બનાવવામાં આવ્યું છે તો મોઢું ભમરડો છે. કાન કોડી તો કાનની કડી દોરી કુદમાંથી બનાવવામાં આવી છે. સૂંઢ ભમરડાની દોરી માંથી બનાવવામાં આવી છે. જમણો હાથ કપડાં ધોવાના પાયા માંથી બનાવવામાં આવ્યો છે. જેને બાળકો ક્રિકેટની રમતમાં ઉપયોગમાં લેતા હતા. જમણો હાથ ગીલોડ દ્વારા બનાવવામાં આવ્યો છે, તો જમણો પગ માચીસના બોક્સ માંથી બન્યો છે. ડાબો પગ પાનાની કેટ માંથી બન્યો છે.બેઠક ઉપર પૈંડુ બિલ્લો બોલ અને ગિલ્લી મુકવામાં આવ્યા છે આમ અલગ અલગ સાધન વડે ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે.પર્યાવરણ નુકસાન નહિં પહોંચ તેને ધ્યાને રાખી આખી ગણેશ પ્રતિમા થર્મોકોલ માંથી બનાવી છે
શ્રીજીની પ્રતિમામાં ભમરડો,લખોટી, દોરડા,બીલ્લા, ગીલોડ જેવી રમતગમતોના સાધનો ઉપયોગ કરી આ ગણેશ મંડળ છેલ્લા ત્રણ દાયકાની રમતો થકી ભવ્ય ભૂતકાળમાં લઈ ગયા