નવસારીની સર જે જે પ્રાયમરી શાળામાં ” રેઈનબો ડે” ની ઉજવણી કરાઈ
- Local News
- September 13, 2024
- No Comment
નવસારીની સર જે જે પ્રાયમરી સ્કૂલમાં નર્સરીના ભૂલકાંઓ માટે રંગની જાણકારી આપવાના ભાગરૂપે તથા ચોમાસાની ઋતુમાં આકાશમાં રચાતા સુંદર મેઘધનુષ ની જાણકારી આપવાના હેતુથી ” રેઈનબો ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાંઓનું જીવન મેઘધનુષના રંગોની જેમ સાતરંગી બની જાય તેમ આ થીમથી બાળકો સુંદર રાતા નારંગી, પીળા વાદળી, લીલા જાંબલી, નીલા રંગોના વસ્ત્રોમાં સજજ થઈ આવ્યા હતા અને શાળાના વાતાવરણને રંગીન બનાવી દીધું હતું.

કાર્યક્રમના ભાગરૂપે શાળાના નર્સરીના શિક્ષકો અમીષાબેન તથા દિક્ષિતાબેને સુંદર થીમ આધારે ડેકોરેશન કર્યું હતું. જે અંર્તગત છત્રી, મેધધુનુષના રંગોને પડદા પર કંડાર્યા હતા. આચાર્યા શ્રીમતી કડોદવાલા પણ ઉપસ્થિત રહયા હતા અને બાળકોને રંગો આધારિત સવાલો પૂછયા હતા અને બાળકોને પાંદડાંનો રંગ, લીલો કે દૂધનો રંગ સફેદ કે લોહીનો રંગ લાલ હોય એવા મુખ્ય રંગોની જાણકારી આપી હતી. કાર્યક્રમના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા યાસમીને સેવા પૂરી પાડી હતી. બાળકોએ વર્ષા આધારિત નાનાં જોડકણાં તથા બાળગીતો ગાઈને મનોરંજન પૂરું પાડયું હતું.
લ
બાળકો વાદળ, આકાશ, મેઘધનુષના વેશમાં સજીને આવ્યા હતા અને બાળકોને તેમના વેશ, બાળગીતો ગાવાના આધારે તેમને પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર તેમજ સર્ટીફિકેટ આપી એનાયત કર્યા હતા.