નવસારી શહેરના લુન્સીકુઈ ખાતે ખાણીપીણી લારીઓ પર પુરવઠા વિભાગે રેડ કરી, ઘર વપરાશ 15 બોટલ કબજે લઈ લારી સંચાલકો સહિત ગેસ એજન્સીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- Local News
- September 18, 2024
- No Comment
નવસારી શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલી ખાણીપીણીની લારી ઉપર મોટી સંખ્યામાં લોકો ફાસ્ટફૂડની મજા લે છે ત્યારે આ વિસ્તારમાં પુરવઠા વિભાગ ગેસ બોટલ લઈ વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.
https://www.facebook.com/share/v/fchVtGG9qCQrA611/?mibextid=oFDknk
નવસારી પુરવઠા વિભાગ દ્વારા આજે લુન્સીકુઈ વિસ્તારની લારી ઉપર આકસ્મિક આ ચેકિંગ દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે રાખી શરૂઆત કરી હતી. જેમાં કેટલીક લારીઓ નિયમ વિરૂદ્ધ ઘર વપરાશ વપરાતો બોટલો રાખી ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તેમના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ચેકિંગ દરમિયાન પુરવઠા વિભાગે ઘર વપરાશમાં લઈ 15 બોટલો કબજે લઈ લારી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
