નારણ લાલા કોલેજ દ્વારા આંતર કોલેજ ટેકવોન્ડો બહેનોની સ્પર્ધા યોજાઈ
- Sports
- September 20, 2024
- No Comment
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના નેજા હેઠળ નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, નવસારી દ્વારા આંતર કોલેજ બહેનોની ટેક્વોન્ડો સ્પર્ધા નું આયોજન પંડિત દીનદયાલ ઉપાદ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લુન્સીકૂઇ, નવસારી ખાતે યોજ્ય હતી જેમાં 22 કોલેજઓ એ ભાગ લીધેલ હતો સ્પર્ધા દરમ્યાન નારણ લાલા કોલેજ ના કો. ઓડીનેટર ખ્યાતીબેન કંસારા, ડાયરેક્ટર ડો. વી. ડી. નાયક ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના આયોજક મંત્રી ડો. મયુર પટેલે નવસારી વિજલપોર નગરપાલિકાના પદાધિકારીઓ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત નો આભાર માન્યો હતો અને અંતે વિજેતા ખેલાડીઓને આચાર્ય ડો. ચિરાગીબેન દેસાઈ અને ઓફિસયલો દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને વિજેતાઓ માંથી પસંદગી પામેલા ખેલાડીઓ ગુરુ નાનક દેવ યુનિવર્સીટી, અમ્રિતસર ખાતે ઓલ ઇન્ડીયા આંતર યુનિવર્સિટી માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. નું પ્રતિનીધીત્વ કરશે એમ જણાવ્યું હતું.