રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે ૩૧ કેસોનુ નિરીક્ષણ : ૨૪,૧૮,૮૧૮ રૂપિયાના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન કરાયું

રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે ૩૧ કેસોનુ નિરીક્ષણ : ૨૪,૧૮,૮૧૮ રૂપિયાના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન કરાયું

મદદનીશ નિયામક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નવસારીની યાદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે તા.૧૪ મી સપ્ટેમ્બર ના રોજ કુલ ૩૧ કેસોનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી રૂ.૨૪,૧૮,૮૧૮/- ના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન કરાવી, પક્ષકારોને ન્યાય મળે એ શુભ આશયથી પ્રમુખ કેતન દસોંદી તથા સભ્ય જયકૃષ્ણ મેવાવાળા તથા કન્સીલીએટર આશિષ બારોટ તેમજ વકિલ એસ.ડી.શર્મા, ડી.એન.મિસ્ત્રી, કે.એ.તિવારી તથા એન.ડી.વકિલના સઘન પ્રયાસો દ્વારા લોક અદાલતને અનેરી સફળતા પ્રાપ્ત થઇ હતી.

આ રાષ્ટ્રીય લોક અદાલતમાં એક મેડિકલ નેગ્લિજન્સીના કેસમાં સમજાવટના અંતે ડોક્ટર અને મૃતક દર્દીના વિધવા પત્નિ વચ્ચે સુખદ સમાધાન થયેલુ હતું. આમ એકંદરે લોક અદાલતને ધારી સફળતા પ્રાપ્ત થયેલી અને વર્ષોવર્ષ આવી લોક અદાલત યોજવા વકીલો તથા પક્ષકારો તરફથી રજુઆત કરવામાં આવી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *