
નવસારીની સર જે. જે.પ્રાયમરી શાળામાં હિન્દી દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
- Local News
- September 19, 2024
- No Comment
નવસારી જમશેદ બાગ ખાતે આવેલી સર જે. જે. પ્રાયમરી શાળામાં તા.૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિનની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. સન ૧૯૫૩ માં ૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યારથી જ આ દિવસને હિન્દી દીન તરીકે ઉજવવામાં આવે છે..
હિન્દી દિન નિમિતે ધોરણ ૨ થી ૫ માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-૨ માં સુલેખન, ધોરણ- ૩ માં કવિતા અને ગીત, ધોરણ ૪ વૈશભૂષા અને ધોરણ પ માં ચૂટકુલે જેવી વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન થયુ હતુ. ધોરણ- 3 માં કવિતા અને ગીતના આધારે બાળકોએ અવનવા વસ્ત્રો ધારણ કરી રજુઆત કરી હતી. ધોરણ-૨ માં મરોડદાર અક્ષરોથી નિર્ણાયકને પ્રભાવિત કર્યા હતા. તેમજ ધોરણ- ૪ માં વિવિધ વ્યવસાયકોનો પહેરવેશ ધારણ કર્યો હતો. ધોરણ-૫ માં ખૂબ જ હાસ્યપ્રદ ચૂટકુલે પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓએ વાતાવરણ ને ખુશનુમાં બનાવી દીધું હતું.
દરેક વર્ગના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કળા પ્રદર્શિત કરી હતી. આ સ્પર્ધામાં દરેક વર્ગના સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે મહેતા પારૂલબેને સેવા આપી હતી. જેમણે વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર તેમજ આશ્વાસન નંબર આપી સન્માનિત કર્યા હતા. શાળાના હિન્દી વિષયના શિક્ષિકા બહેનો ગૌરી પટેલ અને વીરા ભૂરા દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન તેમજ બાળકોને સ્પર્ધા માટે યોગ્ય માર્શદર્શન આપવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમ શાળાના આચાર્ય કડોદવાલાના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવ્યો હતો. વિજેતા બાળકોને શાળાપરીવાર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતાં.