સ્વચ્છતા હી સેવા અંતર્ગત:સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિટ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ વિશે માર્ગદર્શન અપાયુ
- Local News
- October 1, 2024
- No Comment
નવસારી જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ હેઠળ ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા (SHS)’’ કેમ્પેઈન અંતર્ગત ગામડાઓ સ્વચ્છ અને સુંદર બને તે માટે વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ગામડાઓમાં ઈન્ટર પર્સનલ કમ્યુનિકેશન માધ્યમ થકી ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે .
ગામડાને સ્વચ્છ રાખવાની જવાબદારી ગામના લોકોના સર્વની હોય સ્વચ્છતા બાબતે ગ્રામજનોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કમ્પોઝ પીટ, સેગ્રીગેશન શેડ, ડોર ટુ ડોર કલેકશન અને કાપડાના થેલીના ઉપયોગ માટે સમજ આપવામાં આવી હતી.