સમસ્ત કુકણા સમાજની વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ

સમસ્ત કુકણા સમાજની વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ

નવસારી સમસ્ત કુકણા સમાજની ખાંભલાઝાપા, વાંસદા સમાજ ભવન ખાતે કારોબારી સભા મળી હતી. જેમાં સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો સાથે મહિલા અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી વાંસદા કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો સુધારવા ઉપપ્રમુખ મણીભાઈ પવાર દ્વારા રજૂઆત કરી સમાજમાં થતા દુષણો, વ્યસન તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ દેખાદેખી કરી સમાજ દેવામાં ડૂબતો જાય છે. જેથી સમાજમાં નવી પેઢી વ્યાસનોમાં બરબાદ થતી જાય છે.

જેને રોકવા વાંસદા તાલુકાના ૯૬ ગામોમાં, ગામે–ગામમાં જનજાગૃતિ કરી લોકોને સમજ આપવા અને સમાજને નુકસાન કરતા દૂષણનો વ્યસનો તેમજ રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો નકકી કરવા માટે એક સમિતી બનાવી તેમને આ સમાજમાંથી દૂષણો વ્યસનો અને લગ્નમાં થતા ડી.જે. જેવા આધુનિક યુગમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જે આગામી દિવસોમાં વાંસદા તાલુકાને ચાર (૦૪) ઝોનમાં વહેંચણી કરી તમામને કામગીરી (જવાબદારી) સોંપવા માટે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આ મિટિંગમાં કુકણા સમાજ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ ડી.જી. ચૌધરી અને શિક્ષક સંઘના ભરતભાઈ થોરાટ, વાંસદા તેમજ આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુન્બી (ડાંગ) ગુજરાત રાજયના ઇશ્વરભાઈ માળી દ્વારા આવા સમાજમાં ધારા-ધોરણો પરિવર્તન લાવવા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

કારોબારી મિટિંગમાં સમસ્ત કુકણા સમાજ વાંસદાના મંત્રી અમરતભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખ મણીભાઈ પવાર, કાંતાબેન ગાવિંત, પૂર્વ પ્રમુખ મણીભાઈ ગાવિંત, કાંતિભાઈ કુન્બી શાંતુભાઈ, બારકુભાઈ તેમજ સમાજના અગ્રણી સંદીપભાઈ મહાકાળ સાથે સમાજના પ્રમુખ બાબુભાઈ ગાંગુડા દ્વારા પ્રકૃતિ પૂજા કરી કારોબારી મિટિંગની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ, જે આગામી દિવસોમાં સમાજના બિનજરૂરી ખર્ચા નિયંત્રણ કરવા આવા પ્રકારના નિર્ણયો લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *