આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું
- Local News
- October 7, 2024
- No Comment
હાલમાં નવરાત્રી પર્વ દેશ અને દુનિયાભરમાં લોકો ઉજવણી ધામધૂમ કરી રહ્યા છે. આજરોજ નવસારીના પૌરાણિક 400 વર્ષ બિરાજમાન થી ગામદેવી તરીકે જાણીતા નવસારીના આશાપુરી મંદિર ખાતે નિવૃત્ત કોલેજ આચાર્ય રશ્મિબેન પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં સિનિયર સિટીઝનો દ્વારા ગરબા મહોત્સવ યોજાયો હતો.

આશાપુરી મંદિરના પ્રારણગણમાં યોજાયેલા ગરબા મહોત્સવ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન બહેનો સહિત અન્ય દર્શનાર્થીઓ બહેનો પણ આશાપુરી માં સાનિધ્યમાં ગરબાનો લાભ લીધો હતો