નવસારી ડી.ડી.ઓ પુષ્પલતા સહિત અધિકારી તેમજ કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે ‘ભારત વિકાસ’ પ્રતિજ્ઞા લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રતિબધ્ધતા દાખવી
- Local News
- October 8, 2024
- No Comment
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા તમામ નાગરિકો પોતાનું સંપૂર્ણ યોગદાન આપે તથા મન-કર્મ-વચનથી તત્પર રહી રાષ્ટ્રને સમર્પિત રહેવાની ભાવના સાથે “વિકાસ સપ્તાહ”ની ઉજવણી નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં થઇ રહી છે. જેના અનુસંધાને નવસારી જિલ્લામાં પણ વિવિધ કચેરીઓ ખાતે સામુહિક રીતે ‘ભારત વિકાસ’ પ્રતિજ્ઞા લઇ રહ્યા છે.

આજરોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત વિવિધ અધિકારી કર્મચારીઓએ જિલ્લા પંચાયતના પટાંગણમાં ‘ભારત વિકાસ’ પ્રતિજ્ઞા લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રતિબધ્ધતા દાખવી હતી.