નવસારીનું મહિલા જગત આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે “ઘર કી મુનિમજી” કાર્યક્રમ યોજાયો

નવસારીનું મહિલા જગત આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે “ઘર કી મુનિમજી” કાર્યક્રમ યોજાયો

  • Finance
  • October 20, 2024
  • No Comment

નવસારી ના ટાટા હોલમાં ” ઘર કી મુનિમજી” કાર્યક્રમમાં સાત અગ્રણી બચત કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.

નવસારીના હાર્દિક નાયક ફાઈનાન્સિયલ પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ટાટા હોલ નવસારી માં, “ઘર કી મુનિમજી” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આરંભે ભારતના સર્વોચ્ચ ઉદ્યોગપતિ અને નવસારીના સપૂત રતન ટાટાના નિધન ને લઈ બે મિનીટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સિદ્ધાર્થ મોહન ના કંઠે રજૂ થયેલ પ્રાર્થના સબકા મંગલ હો.ઓડિયો વિઝ્યુઅલ સ્ક્રીન પર દર્શાવવામાં આવી હતી

હેલ્થી વેલ્થી હેપ્પી ફેમિલી નિર્માણ હેતુ વિસ્તૃત ઘરની મહિલાઓ કઈ રીતે બચત કરી શકે તે અંગે સુંદર માહિતીઓ હાર્દિક નાયક દ્વારા આપવામાં આવી હતી.

આ સમારંભમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ મીનલ દેસાઈ, નવસારીના માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, એન જે ગ્રુપના જીગ્નેશ દેસાઈ, વિગેરેનું આરતી સાલુનકે તથા હાર્દિક નાયક ફાઈનાન્સિયલ ડિસ્ટ્રીબ્યુશન પ્રાઇવેટ લિમિટેડ  કંપની સ્ટાફ દ્વારા બુકે સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપરોકતો યોજાયેલા ઘર કી મુનિમજી કાર્યક્રમમાં નવસારી અને આસપાસના વિસ્તારની 60 જેટલી મહિલાઓનું પ્રતિક ભેટ અને સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે પધારેલા ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટના વક્તા રાધિકા ગુપ્તા નો પરિચય અલય મહેતા આપ્યો હતો.

રાધિકા ગુપ્તાએ પોતાના પ્રવચનમાં  જણાવ્યું કે ઇન્વેસ્ટર, એજ્યુકેશન, અને અવેરનેસ લક્ષ્મી સરસ્વતી અને દુર્ગા ના સ્વરૂપો છે. ઇન્વેસ્ટરના માર્ગદર્શન માટે એમણે અનેક સચોટ ઉદાહરણ આપ્યા હતા.કાર્યક્રમનું સંચાલન રમા પૂજારી તથા પ્રવરીન પારેખ એ કર્યું હતું.કાર્યક્રમમાં હાર્દિક નાયક, જીગ્નેશ દેસાઈ, રાધિકા ગુપ્તા વચ્ચે સુંદર વાર્તાલાપ પ્રશ્નોત્તરી યોજાઈ હતી.ઘર કી કાર્યક્રમને માણવા માટે  આમંત્રિતો સહિતો નવસારીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આર્થિક સલાહકાર ત્રિપુટી રાધિકા ગુપ્તા જીગ્નેશ દેસાઈ અને હાર્દિક નાયક માર્ગદર્શક બન્યા

 

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *