ભારતનું આશ્ચર્યજનક સાપોમાં નવો “સ્પાર્ક” જીનોટાઇપ પર આધારિત જિનેટિક ફેરફાર રીસર્ચ પેપર વૈશ્વિક સ્તરે જનરલમાં માન્ય રાખી પ્રકાશિત થયું

ભારતનું આશ્ચર્યજનક સાપોમાં નવો “સ્પાર્ક” જીનોટાઇપ પર આધારિત જિનેટિક ફેરફાર રીસર્ચ પેપર વૈશ્વિક સ્તરે જનરલમાં માન્ય રાખી પ્રકાશિત થયું

દેશ તથા વિદેશમાં વન્યજીવો ઉપર વૈજ્ઞાનિકો તેમજ પ્રાણીશાસ્ત્રી સંશોધન અવારનવાર કરવામાં આવી રહેલા એક બાદ એક સંશોધન કરવામાં આવી રહ્યા છે. આ સંશોધન થકી પૃથ્વી ઉપર તેમજ દરિયાઈ વન્યજીવો અવનવા ચોકવનાર ખુલાસા થઈ રહ્યા છે.આવું જ એક સંશોધન ગુજરાતના પ્રાણીશાસ્રી એવા દિંકાશ એસ.પરમાર તથા તેમની ટીમ ધ્વારા કરવામાં આવ્યું છે.ભારતમાં દેખાતા તેમાં પણ ખાસ કરીને દાબોઇયા રૂસેલીઈ (કમાડિયો/ખડચિતડો) અને લાયકોડન ઔલિકસ (વરુદંતિ સાપ) ના અસામાન્ય morphs વિશે સંશોધન કરી નવી શોધ કરવામાં આવ્યું છે.

આ morphs હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ અનુસંધાન તરીકે ઓળખાય છે. આ અભ્યાસ ભારતીય વૈજ્ઞાનિક દિંકાશ એસ. પરમાર અને જર્મન વૈજ્ઞાનિક હિન્નરીચ કાઈઝર દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં આ morphsના ઉત્પત્તિ માટે “સ્પાર્ક/સ્પાર્ક” જીનોટાઇપનો પાટર્ન ચિહ્નિત કરવામાં આવ્યો છે.

આ સંશોધન તાજેતરમાં કેલિફોર્નિયા, યુએસએ માં પ્રસિદ્ધ “હર્પેટોલોજી નોટ્સ” નામના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. દિકાન્શ એસ. પરમાર અને હિન્નરીચ કાઈઝર દ્વારા કરવામાં આવેલી આ સંશોધન સાથે, આ morphsની વર્તમાન વૈજ્ઞાનિક સમજણમાં મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. જેના થકી સરીસૃપ એવા સાપમાં આનુષાંગિક ફેરફાર અંગે આ રિસર્ચ પેપર લાંબા સંશોધન બાદ પ્રસિદ્ધ કરાયું છે

દિંકાશ એસ. પરમારે ગોવા રાજ્યના કુંકોલિમ ગામમાં દાબોઇયા રૂસેલીઈ (કમારિયો/ખડચિતડો) ના અસામાન્ય morph ની ઓળખ કરી છે. આ morphsમાં લાઇટ બ્રાઉન પૃષ્ઠભૂમિ અને સ્પષ્ટ વર્ટેબ્રલ લાઈન્સ તરીકે ઓળખ થઈ હતી.જ્યારે સામાન્ય રીતે કામડિયો (Russell’s Viper)નો રંગ બ્રાઉન હોય છે, જેમાં ડાર્ક બ્રાઉન અથવા કાળો લંબો આલમ્ગોલ આકારના ત્રિ-આયામી ટપકા જોવા મળે છે, “સ્પાર્ક” morphમાં શ્વેત (સફેદ) અથવા બ્રાઉન શરીરનો રંગ હોય છે અને તેના ઉપર બે લાંબી લાઈન જેમ કે લંબાવતી લાઈન સ્પષ્ટ રીતે જોવા મળે છે.

આ morphsનું મૂળ “સ્પાર્ક/સ્પાર્ક” જીનોટાઇપમાં આવેલા જિનેટિક ફેરફારોનું પરિણામ છે, જે ક્રોમેટોફોરના વિકાસમાં અભૂતપૂર્વ ફેરફારોના સંકેતરૂપ છે.આ સંશોધન, જે “સ્પાર્ક/સ્પાર્ક” જીનોટાઇપના આધારે સાપોના morphs પર થયેલા ફેરફારોને અસરકારક રીતે પ્રકાશિત કરે છે, એ આખા ભારતની આ પ્રકારની સૌપ્રથમ સંશોધન પેપર રજુ કરવામાં આવ્યું છે.

વર્ષોથી ચાલી આવતી આ મિસ્ટ્રીને, પ્રથમ વખત ઉકેલવામાં સુરતના એકમાત્ર પ્રાણીશાસ્ત્રી દિકંશ એસ. પરમારની મુખ્ય ભૂમિકા રહી હતી, જેમણે આ સંશોધન વૈજ્ઞાનિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રિસર્ચ પેપર અને મોકલ્યું કર્યું હતું.

દિકંશ એસ. પરમારે સાથે નવસારીની વન્યજીવ બચાવ અને સંરક્ષણ માટે કામગીરીઓ કરતી એન.જી.ઓ વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ નવસારી ના ચિંતન મહેતા, શૈલેશ પટેલ તેમજ વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશન ના સમીર અને ઇશાન લાખાણી, તેમજ ગોવા એનિકમલ રેસ્ક્યૂ સ્ક્વોડ ના અમૃત સિંહ અને રીંકુ ગુપ્તા ના રિસર્ચ તથા આ સંશોધનમાં મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

આ સંશોધન લઈ જરૂરી દસ્તાવેજ સાથે રિસર્ચ પેપર તૈયાર કરીને વૈશ્વિક સંસ્થા જનરલમાં માન્ય રાખી પ્રકાશિત કરવામાં આવ્યું ભવિષ્યમાં સાપો ઉપર અભ્યાસ તેમજ સંશોધન કરવા ખૂબ જ મહત્ત્વ સાબિત થઈ રહેશે

નવસારી જિલ્લામાં વન્યજીવ માટે સંરક્ષણ,બચાવ અને સંવર્ધન માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી આ વૈજ્ઞાનિક સંશોધન મદદરૂપ થઈ 

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *