
ગાયત્રી શક્તિપીઠ નવસારી ખાતે ૨૦ ડીસેમ્બરને શુક્રવારે સાંજે દીપ મહાયજ્ઞ કાર્યક્રમ યોજાશે
- Local News
- December 18, 2024
- No Comment
મા ગાયત્રીના પરમ ઉપાસક શ્રી રામ શર્મા આચાર્યએ તેમના ગુરુની આજ્ઞાનુસાર હરીદ્વારમાં શાંતિકુંજ ખાતે ગાયત્રી શક્તિપીઠ ની સ્થાપના કરી અને સમગ્ર વિશ્વમાં ગાયત્રી શક્તિ પીઠોના માધ્યમથી વિશ્વક્રાંતિ અભિયાન ચલાવ્યું અને લોકોમાં સંસ્કારોનું સિંચન પ્રસ્થાપિત કરી લોકોને ગાયત્રીમંત્ર તથા ગાયત્રી અનુષ્ઠાન કરવા પ્રેરિત કરી દીધા છે.
આવુ જ એક મંદિર નવસારી શહેર ના બંદર રોડ આવેલ છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ,સંસ્કારી નગરી નવસારી ગાયત્રી શક્તિ પીઠ નો 43 મો વાર્ષિક પાટોત્સવ આગામી 20 ડીસેમ્બરને શુક્રવારે યોજાનાર છે. ગાયત્રી મંદિર નવસારી તેમજ ઉપજોંન પ્રભારી હિતેશભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે જ્યાં નિયમિત ગાયત્રી યજ્ઞ,ઋષિ પરંપરા પ્રમાણે સંસ્કાર સંપન્ન થાય છે.વિચાર ક્રાંતિ માટે સ્વાધ્યાય જેનાથી સન્માર્ગ તરફ આગળ વધવાનો માર્ગ મોકળો બને છે.ગાયત્રી મંત્ર મનુષ્ય ના જીવન નો કાયા કલ્પ કરે છે.પ્રાણવાન બનાવે છે.
ગાયત્રી યજ્ઞ દ્વારા પર્યાવરણ પરીશોધન પણ થાય છે. નવસારી ખાતે “જ્યોતિ કળશ રથ યાત્રા” જે શાંતિકુંજ હરિદ્વાર આવ્યો છે. તે જ્યોતિ કળશ યાત્રા આગામી 20 તારીખના રોજ સવારે ૮ વાગ્યા થી નવસારી શહેર ના ગ્રીડ થી ગાયત્રી શક્તિ પીઠ બંદર રોડ સુધી નગર ચર્યા કરશે. મા ગાયત્રી ભક્તો સહિત નવસારીના સૌ ભાઈઓ બહેનોના આ યાત્રામાં જોડાવા તેમજ દર્શન કરવા લાભ લેવા જાણાવ્યું છે.
નવસારી સહિત સમગ્ર દેશ અને દુનિયાભરમાં ઋષિ સંસ્કાર ની ગૌરવ,ગરીમા પુનઃ સ્થાપિત કરવાની પ્રેરણા લઈ આ રથ યાત્રા નગર ચર્યા કરશે. નવસારી ગાયત્રી શક્તિપીઠ નો 43 મા વાર્ષિક પાટોત્સવ માં પધારવા માટે સંસ્કારી નગરી નવસારી ના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ,બહેનોને હાર્દિક આમંત્રણ પાાઠવવામાં આવ્યું છે. સૃષ્ટિ નું નિર્માણ અને તેને ટકાવી રાખવા ગાયત્રી મહામંત્ર ના પુરશ્ચરન તેમજ વિશ્વ માનવતા માટે આદર્શ રૂપ પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ 2026 માં મનાવવા જઈ રહ્યા છીએ.સંસ્કારી નગરી નવસારી ના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ,બહેનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.