નવસારી કલેક્ટર પોતે લોકોના પ્રશ્નોને સાંભળશે,જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોને સ્થળ પર જ મળ્યું પોતાના પ્રશ્નોનું નિષ્ઠાપૂર્વક નિરાકરણ
- Local News
- December 26, 2024
- No Comment
નવસારી કલેક્ટર કચેરી ખાતે લોકોના પ્રર્શ્નોને લઈ જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોને સ્થળ પર જ મળ્યું પોતાના પ્રશ્નોનું નિષ્ઠાપૂર્વક તેમજ યોગ્ય નિરાકરણ આવ્યું હતું. વિવિધ વિભાગના અધિકારીઓ સાથે રાખીને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયો
લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા ૧૩ પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સમક્ષ વીજળીની હાઈ ટેન્શન લાઈન,વળતર,પ્રોટેક્શન દિવાલ, દબાણ, ગટર, ગેરકાયદે બાંધકામ સહિતના સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા.
ઉક્ત પ્રશ્નો પૈકી એક અરજદારની માલિકીની જમીનમાંથી હાઈ ટેન્શન લાઈન સંબંધિત રજૂઆતનો સુખદ ઉકેલ આવ્યો હતો. આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીને સૂચના અપાઈ હતી. અન્ય એક પ્રશ્નમાં અરજદારની રજૂઆત તેમના ઘર પાસેથી પસાર થતી ખાડીની દિવાલ તૂટી જવાના લીધે ઘરમાં વરસાદી પાણી ભરાવાની હતી, જે અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત કચેરીને સત્વરે કાયદેસર કાર્યવાહી કરવા કહ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓા સાથે વિગતે ચર્ચા કરી હતી. તેમજ આ સાથે કલેક્ટર તમામ વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના સહ માર્ગદર્શન આપ્યું હતું.
આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કાર્યકારી ડીડીઓ નિવાસી અધિક કલેક્ટર,પ્રાંત અધિકારીઓ,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.