મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઈ – લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઈ – લોકાર્પણ કરાયું

૨૫ ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિને સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર 13 ખાતે નવીન સિટી સિવિક સેન્ટર સહિત સમગ્ર રાજ્યમાંથી 34 જેટલા સિવિક સેન્ટરોનું ઇ- લોકાર્પણ કર્યું હતું.

 

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર 13 ખાતે નવીન સીટી સીવીક સેન્ટરનુ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઇએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની અંદર આજે સુસાશન દિનની ઉજવણી થઇ રહી છે. સુસાશનના પાયાને વધુ મજબુત કરવા અનેક જનહિતલક્ષી સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજના સુસાશન દિન નિમિત્તે નવસારી વિજલપોર નગરપાલીકાના નગરજનોને મળેલી આ ભેટ નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે. એક જ જગ્યાએથી તમામ યોજનાની માહિતી મળે અને યોજનાનો લાભ એક જ સ્થળેથી લઇ શકાય એમ તેમણે ઉમેર્યું હતું. ધારાસભ્યએ સિવિક સેન્ટરનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આ આપણા વિસ્તારનું બીજુ સિવિક સેન્ટર છે તથા આવનાર દિવસોમાં વધુ સુવિધાઓનો ઉમેરો થશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સિટી સિવિક સેન્ટરના તક્તી અનાવરણ કરી સેન્ટરને નાગરિકો માટે ખુલ્લો મુક્યો હતો. ઉપરાંત સેન્ટરની મુલાકાત લઇ ઉપલભ્ધ સુવિધાઓ અંગે અવગત થયા હતા.

અત્રે નોંધનિય છે કે, નવનિર્મિત સીવીક સેન્ટરમાં મિલકત વેરાની ચૂકવણી, મિલકત વેરાની આકારણી, મિલકત વેરાની રસીદ, વ્યવસાય નોંધણી પ્રમાણપત્ર, વ્યવસાય કર્મચારી નોંધણી પ્રમાણપત્ર,ગુમાસ્તાધારા નોંધણી પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર,જન્મ/ મરણ પ્રમાણપત્ર,પાણી/ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ,ફરિયાદ નોંધણી,બાંધકામની રજાચિઠ્ઠી અને ફાયર એન.ઓ.સી.અરજી સહિત જન્મ મરણ પ્રમાણપત્ર, પાણી, ગટરની જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી વિગેરે સેવા પુરી પાડવામાં આવશે.

 

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મીનલ દેસાઇ,નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ.વસાવા તેમજ નગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ,અન્ય અધિકારીઓ,કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહયા હતા.

ધારાસભ્ય રાકેશભાઇના વરદ હસ્તે સિટી સિવિક સેન્ટરના તક્તી અનાવરણ કરી સેન્ટરને નાગરિકો માટે ખુલ્લો મુકાયો

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *