નવસારી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખો નામોની જાહેરાત કરાઈ: કહી ખશુ તો કહી ગમનો માહોલ છવાયો
- Local News
- December 24, 2024
- No Comment
દેશભરમાં અનેક રાજયોમાં ચૂંટણીઓ માહોલ વચ્ચે દેશ તથા રાજયના અનેક સંગઠનનો વિવિધ હોદ્દાઓ સમય મર્યાદા પૂર્ણ થઈ હતી. અનેક કાર્યકર્તાઓ દ્વારા વિવિધ હોદ્દાઓ માટે પોતાના નામાકંન કેન્દ્રીય તેમજ રાજ્યમાં વિવિધ કમિટી બનાવી તાલુકા, શહેર તેમજ જિલ્લાભરમાં આ કમિટી સભ્યો પહોંચી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા નવસારી જિલ્લા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરીને સકારાત્મકતા અને સમરસતા સાથે નવસારી જિલ્લા મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. મહત્વનું છે કે આના આધારે નવસારી જિલ્લા છ તાલુકા મંડળ તેમજ શહેર પ્રમુખોનું નામો આજરોજ જાહેર કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લામાં આવતા છ તાલુકા તેમજ શહેર અનુસાર મંડળ પ્રમુખ ની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર કરવા પહેલાં પ્રદેશ કક્ષાએથી મોટાભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. તાલુકા તેમજ શહેર કક્ષાએથી ભરાયેલા ઉમેદવારોના ફોર્મ ધ્યાને લઈને કાર્યકર્તા નું બેગ ગ્રાઉન્ડ, તેમણે કરેલા કામો સહિતના નિયમોનો અભ્યાસ કર્યા બાદ તાલુકા મંડળ તેમજ શહેર ના પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવતી હોય છે.

મહત્વનું છે કે આજરોજ નવસારી જિલ્લાના વિવિધ શહેર અને તાલુકાઓના નામોની જે યાદી ચૂંટણી અધિકારી સંજય પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉમેદવારોએ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યા ત્યારે આ વખતે પણ અનેક ક્રાઈટેરિયા તેમના માટે રાખવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને નિશ્ચિત ઉંમર અને બે ટર્મના સક્રિય સભ્ય હોવા જોઈએ તેવા નિયમો હોવા જોઈએ તે અંગેની ચર્ચા થઈ રહી હતી. આ સિવાય ભારતીય જનતા પાર્ટી માટે તેમણે કરેલા કાર્યોને પણ ખાસ ધ્યાને લેવામાં આવે છે.
નવસારી જિલ્લામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.જેના આધારે નવસારી જીલ્લાના મંડળના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવે છે.
નવસારી જીલ્લાના મંડળ પ્રમુખની યાદી:
ચીખલી તાલુકા:મયંકભાઈ ભાણાભાઈ પટેલ
ખેરગામ તાલુકા : લીતેશકુમાર રમેશભાઈ ગાંવિત
બીલીમોરા શહેર: નીરવભાઈ નિતીનભાઈ ટેલર
વાંસદા તાલુકા:સંજયભાઈ શુક્કરભાઈ પટેલ
નવસારી તાલુકા: રવીન્દ્રસિંહ ધનસિંહ સોની
નવસારી-વિજલપોર શહેર: વિજયકુમાર અમૃતભાઈ ભટ્ટ
ગણદેવી તાલુકા: શૈલેષભાઈ મોરારભાઈ હળપતિ
ગણદેવી શહેર : હાર્દિકભાઈ રાજેશભાઈ વૈધ
જલાલપોર તાલુકા: હિતેશભાઈ ડાહ્યાભાઈ પટેલ








