નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અન્ડર 14 ક્રિકેટ ટૂર્નામેન્ટ સંપન્ન થઈ
- Sports
- January 6, 2025
- No Comment
નવસારી ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના ઉભરતા ખેલાડીઓ ને પ્લેટફોર્મ પૂરું પાડવા રમતગમત મંડળ,મટવાડ ખાતે અન્ડર 14 વન-ડે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ટૂર્નામેન્ટ ની ફાઇનલ મેચ અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડમી, નવસારી અને સંજય ફાર્મ, ચીખલી વચ્ચે યોજાઈ હતી જેમાં સંજય ફાર્મની ટીમે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી અને અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડમી એ પ્રથમ બેટિંગ કરતાં 38.5 ઓવરમાં 78 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી જેમાં આધ્યા પટેલના 37 મુખ્ય હતા અને સંજય ફાર્મના કુશ પટેલે પાંચ વિકેટ ઝડપી હતી જેમના જવાબમાં 79 રનના લક્ષ્યાંકને પાર કરવા માટે સંજયફાર્મ, ચીખલી ની ટીમે 25.1 ઓવરમાં ત્રણ વિકેટએ લક્ષ્યાંક પૂર્ણ કરી સાત વિકેટ ભવ્ય વિજય હાસલ કર્યો હતો.જેમાં કેનિલ પટેલના 35 રન મુખ્ય હતા

ફાઇનલ મેચના અંતે ઇનામ વિતરણ સમારંભમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નવસારી જીલ્લા ક્રિકેટ એસોસિએશન ના ઉપપ્રમુખ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ખેલાડી રાકેશભાઈ પટેલ, મનહરભાઈ ઢોડિયા, મંત્રી ડૉ. મયુર પટેલ, હરીશભાઈ ટંડેલ, ટુર્નામેન્ટ કમિટી ચેરમેન હિતેશભાઈ પટેલ મામુ અને કારોબારી સભ્યો સાથે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનો દ્વારા ટુર્નામેન્ટની તમામ મેચના પ્લેયર ઓફ ઘી મેચ અને પાંચ વિકેટ લેનાર સિદ્ધ પટેલ, રહેમાન કરોલીયા, આધ્યા પટેલ, ચંદ્રગુપ્ત વંશ, તીર્થ પટેલ તથા કુશ પટેલને બોલ આપી સન્માનિત કર્યા હતા તેમજ ટુર્નામેન્ટમાં સેન્ચ્યુરી કરનાર અધ્યા પટેલ 127 રન, સિધ્ધ પટેલ 124 રન અને ટુર્નામેન્ટના બેસ્ટ ફિલ્ડર પ્રીત પટેલ, બેસ્ટ બેસ્ટમેન અધ્યાપટેલ, બેસ્ટ બોલર અને પ્લેયર ઓફ ધ મેચ કુશ પટેલ અને પ્લેયર ઓફ ધ સિરીઝ અધ્યાપટેલને મહેમાનો દ્વારા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી અને એનડીસી એના પ્રમુખ આર સી પટેલ અને મંત્રી પરેશભાઈ દેસાઈએ ભાગ લેનાર તમામ ટીમનો આભાર માન્યો હતો.
સમગ્ર ટુર્નામેન્ટમાં દરેક ટીમ ના ખેલાડીઓ 35 ઓવર સુધી રમ્યા હતા એ ખૂબ જ સરાહનીય બાબત છે એવું જણાવ્યું હતું તેમ જ તમામને અભિનંદન આપ્યા હતા, રમત ગમત મંડળના રાજુભાઈ તેમજ તેમની ટીમ ને મેદાન સુવિધા ફાળવવા તેમજ અમ્પાયરો સ્કોરર અને ટુર્નામેન્ટ કમિટી અને કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ પટેલ કર્યું હતું અને આ જ રીતે ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નવસારી જીલ્લા ક્રિકેટ એસોસિએશન તરફથી આગામી માસમાં અન્ડર 16, 19, મહિલા અને નવસારી પ્રીમિયમ લીગ નું આયોજન કરવાની પણ તૈયારીઓ બતાવી હતી.