બીલીમોરા નગરપાલિકા સમાન્ય ચુંટણી તેમજ વાંસદા તાલુકા પંચાયત ૯ – કંડોલપાડા પેટા ચૂંટણી-૨૦૨૫ ચૂંટણી સંબંધી વાંધાજનક મેસેજીસ તથા એસ.એમ.એસ. કરવા પર પ્રતિબંધ

બીલીમોરા નગરપાલિકા સમાન્ય ચુંટણી તેમજ વાંસદા તાલુકા પંચાયત ૯ – કંડોલપાડા પેટા ચૂંટણી-૨૦૨૫ ચૂંટણી સંબંધી વાંધાજનક મેસેજીસ તથા એસ.એમ.એસ. કરવા પર પ્રતિબંધ

આગામી બીલીમોરા નગરપાલિકા સામાન્ય ચુંટણી તેમજ વાંસદા તાલુકા પંચાયત ૯ – કંડોલપાડા પેટા ચૂંટણી-૨૦૨૫ તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૧૮ /૦૨/૨૦૨૫ ના રોજ થનાર છે. નવસારી જિલ્લામાં ન્યાયી અને મુકત રીતે ચુંટણી યોજાઇ અને જાહેર સલામતિ અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે જરૂરી છે.

જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય બી ઝાલાએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લામાં સમાન્ય અને પેટા ચુંટણી વિસ્તારમાં તાત્કાલિક અસરથી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ સુધી વ્યકિત, સંસ્થા, મંડળી કે રાજકીય પક્ષ, બીન રાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ અને આગામી ચૂંટણીના ઉમેદવારો દ્વારા ચૂંટણી સંબંધી આચાર સંહિતાનો ભંગ કરતાં અથવા કાયદો અને વ્યવસ્થાને જોખમમાં મુકે તેવા પ્રકારના વાંધાજનક મેસેજીસ તથા એસ.એમ.એસ. કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૃધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *