દિપડાનો ચોથો હુમલો નોંધાયો: વાંસદા તાલુકામાં દિપડા ફરી એકવાર હુમલો, શેરડીના ખેતરમાં રમી રહેલા 8 વર્ષીય બાળક પર હુમલો કર્યો, ઈજાગ્રસ્ત બાળક હોસ્પિટલ સારવાર હેઠળ

દિપડાનો ચોથો હુમલો નોંધાયો: વાંસદા તાલુકામાં દિપડા ફરી એકવાર હુમલો, શેરડીના ખેતરમાં રમી રહેલા 8 વર્ષીય બાળક પર હુમલો કર્યો, ઈજાગ્રસ્ત બાળક હોસ્પિટલ સારવાર હેઠળ

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી ડુંગરાળ પ્રદેશ એવા વાંસદા તાલુકામાં મોટીવાલઝર તેમજ ઉપસળ બે બાળકીઓ ઉપર દિપડાએ હુમલો ત્યારબાદ સિંગાડ ગામે પુરુષ ઉપર હુમલો ફરી એકવાર દીપડાની ચોથી હુમલાની ઘટના બનવા પામી છે. આજે ધાકમાળ ગામે ઉપલું ફળિયું સાંજના સમયે ઘર નજીક આવેલા શેરડીના ખેતરમાં રમી રહેલા આઠ વર્ષીય આરવ રાજેન્દ્રભાઈ મહાકાલ નામનું બાળક પર દીપડાએ અચાનક હુમલો કયો હતો.હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલ રહી છે. ઘટનાની જાણ થતાં જ વાસંદા પૂર્વ નોર્મલ વન વિભાગનો કાફલો આર.એફ.ઓ ચેતન પટેલ સહિત સ્ટાફ ધટના સ્થળે પહોંચી ગયો હતો.

આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલાની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. વન વિભાગના અધિકારીઓએ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા અને સાંજના સમયે બાળકોને એકલા ન રમવા કે મુકવા સૂચના આપવામાં આવી છે.

વાંસદા પંથકમાં મોટીવાલઝર તેમજ ઉપસળ બે બાળકો ઉપર દિપડાએ હુમલો ત્યારબાદ સિંગાડ ગામે પુરુષ ઉપર હુમલો

વાંસદા પંથકમાં દિપડાના હુમલાની ચોથી ધટના બનવા પામી 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *