બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ
- Local News
- January 27, 2025
- No Comment
બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગની જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, મતદાર વિભાગનો સભ્યની ચૂંટણી યોજાનાર છે. સને ૧૯૬૩ નાં ગુજરાત નગરપાલીકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમ-૬ હેઠળની ચૂંટણી નોટીસ સંબંધિત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે નગરપાલિકા મતદાર વિભાગનાં સભ્યની ચૂંટણી માટેના ઉમેદવાર કે તેમનાં નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યકિત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત અધિકારી ચેમ્બર, તાલુકા સેવા સદન,બીજો માળ,ચીખલી,તા.ચીખલી,જી.નવસારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ગણદેવી, મામલતદાર ચેમ્બર, તાલુકા સેવા સદન, ગણદેવી, તા ગણદેવી, જી.નવસારી ખાતે મોડામાં મોડું તા.૦૧/૦૨/૨૦૨૫ સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાનાં દિવસ સિવાય) સવારે ૧૦-૩૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.
નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલી,પ્રાંત અધિકારી ચેમ્બર, તાલુકા સેવા સદન, બીજો માળ, ચીખલી, તા.ચીખલી, જી.નવસારી ખાતે તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ, ઉપર જણાવેલ અધિકારીઓ માંથી ગમે તે અધિકારીને તેમની કચેરીમાં તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ બપોરનાં ૩-૦૦ કલાક પહેલાં પહોંચાડવાની રહેશે.ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) નાં રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી થશે.
ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ના બપોરના ૩.૦૦ વાગ્યા સુધી નામાંકન પત્ર ભરી શકાશે