ખેલ મહાકુંભ 3.0 દક્ષિણ ઝોનની હેન્ડબોલની સ્પર્ધા યોજાઇ: દક્ષિણ ઝોનના આઠ જિલ્લાની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
- Sports
- February 16, 2025
- No Comment
બીલીમોરા રમતગમત યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી તથા બી. વી. કે. મંડળ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ બીલીમોરાના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 3.0 દક્ષિણ ઝોનની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન ગત તા.09-02-2025 થી તા.15-02-2025 દરમિયાન બીલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અબવ-17 એમ દરેક વયજૂથમાં ભાઈઓ તથા બહેનોની દક્ષિણ ઝોનના આઠ જિલ્લાની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સ્પર્ધાની અંડર 14 ભાઈઓ તથા ઓપન એજ બહેનોની સ્પર્ધા એસટી. જેશેફ હાઈસ્કૂલ બીલીમોરા ખાતે રમાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર 14 ભાઈઓમાં નર્મદાની ટીમ વિજેતા તથા સુરત શહેરની ટીમ રનર્સ અપ અને બહેનોમાં વલસાડની ટીમ વિજેતા તથા સુરત શહેરની ટીમ રનર્સ અપ થઈ હતી. અંડર 17 ભાઈઓમાં નર્મદાની ટીમ વિજેતા તથા નવસારીની ટીમ રનર્સ અપ અને બહેનોમાં નર્મદાની ટીમ વિજેતા તથા નવસારીની ટીમ રનર્સ અપ થઈ હતી. અંડર 17 ભાઈઓમાં વલસાડની ટીમ વિજેતા તથા નર્મદાની ટીમ રનર્સ અને બહેનોમાં નવસારીની ટીમ વિજેતા તથા વલસાડની ટીમ રનર્સ અપ થઈ હતી. આ સ્પર્ધામાં વિજેતા ટીમોને સન્માનિત કરી તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ, બી.એસ. પટેલ કોલેજના અધ્યાપક ડૉ. ભાવેશ એસ. દેવતા અને એસટી. જોશેફ હાઈસ્કૂલ બીલીમોરાના આચાર્ય દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.