નારણ લાલા કોલેજ ની 10 ગોલ્ડ, 04 સિલ્વર, 03 બ્રોન્ઝ મેડલ સાથે 6 ગ્રેપલીંગ રેસલીંગ ખેલાડીઓની યુનિવર્સીટી ટીમ માં પસંદગી થઈ

નારણ લાલા કોલેજ ની 10 ગોલ્ડ, 04 સિલ્વર, 03 બ્રોન્ઝ મેડલ સાથે 6 ગ્રેપલીંગ રેસલીંગ ખેલાડીઓની યુનિવર્સીટી ટીમ માં પસંદગી થઈ

  • Sports
  • February 20, 2025
  • No Comment

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના નેજા હેઠળ ઇન્ટર કોલેજ ગ્રેપલીંગ રેસલીંગ ભાઈઓ બહેનોની સ્પર્ધા વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સુરત ખાતે યોજાઈ હતી જેમાં નારણ લાલા કોલેજ માં એફ. વાય. બી. બી. ના વીવેક ચૌહાણ 57 કેજી માં ગોલ્ડ મેડલ, એફ.વાય.બી. બી. એ. માં અભ્યાસ કરતા વીડજા ઓમ એચ. એ 65 કેજી માં ગોલ્ડ મેડલ, એફ. વાય. બી. બી. ના બચા રેહાને 70 કેજી માં ગોલ્ડ મેડલ, ટી. વાય. બી. કોમ ના સોલંકી પાર્થ 97 કેજી માં ગોલ્ડ મેડલ, ટી. વાય. બી. કોમ ના નયન ભાનુશાલી 86 કેજી માં બ્રોન્ઝ મેડલ, એસ. વાય. બી.બી. એ. માં અભ્યાસ કરતી રાણા ક્રિશા યુ એ 53 કેજી વજન ગ્રુપ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવી નારણ લાલા ની ટીમએ 10 ગોલ્ડ, 04 સિલ્વર, 03 બ્રોન્ઝ મેડલ સાથે સમગ્ર સ્પર્ધામાં નારણ લાલા કોલેજએ ડંકો વગાડયો હતો

કોલેજના છ વિધાર્થીઓ એવા ખેલાડીઓ વિવેક ચૌહાણ, વીડજા ઓમ, બચા રેહાન, પાર્થ સોલંકી, ક્રિશા રાણા, ગઢિયા મોનીકા ની પસંદગી ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનિવર્સીટી ગ્રેપલીંગ રેસલીંગ સ્પર્ધા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની ટીમ માં થયેલ છે. જેઓ મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ વિશ્વ વિદ્યાલય, બરેલી ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી નું પ્રતિનિધિત્વ કરશે.

ઉપરોક્ત સિદ્ધિ બદલ તમામ વિજેતા ખેલાડીઓને અને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપનાર શા.શિ. ના વ્યાખ્યાતા ડો. મયુર પટેલ, જીમખાના સેવક ઉમેશ રાઠોડને ચેરમેન મહેશભાઈ કંસારા, કો. ઓડીનેટર ખ્યાતિબેન કંસારા, ડાયરેક્ટર ડો . વી. ડી. નાયક, આચાર્ય ડો. ચિરાગી દેસાઈ એ વિજેતા ખેલાડીઓ અને તાલીમ આપનારને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *