નવસારી તાલુકાના ૫૦ પદાધિકારીઓએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામની એક્ષ્પોઝર વિઝિટ લીધી

નવસારી તાલુકાના ૫૦ પદાધિકારીઓએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામની એક્ષ્પોઝર વિઝિટ લીધી

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) ના ભાગરૂપે, પંચાયતો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે પંચાયતના પ્રતિનિધિશ્રીઓ માટે એક્ષ્પોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે નવસારી તાલુકાના કુલ ૫૦ જેટલા પદાધિકારીઓએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે એક્ષ્પોઝર વિઝિટ લીધી હતી.

આ એક્ષ્પોઝર વિઝિટથીથી પદાધિકારીઓ અનુભવોના વિનિમય દ્વારા પંચાયતો વહિવટી કામોમાં ઉભી થતી મુશ્કેલીઓ કેવી રીતે દુર કરી શકાય તે જાણવાની તક મળે છે. વધુમાં આ મુલાકાતોથી પ્રતિનિધિઓને અન્ય પંચાયતમાં અમલમાં મુકાતી સફળ કામગીરીને સમજવાની પ્રેરણા મળે છે.

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં મોરા ગામ ખાતે થયેલ સફળ મુલાકાતમાં મોરા ગામનાં સરપંચ ભરતભાઇ પટેલ અને તલાટી ક્મ મંત્રી પ્રભાતભાઇ દેસાઇએ ગ્રામમા થયેલ વિકાસ કામો અને ઉપલ્બધ સુવિધાઓ જેમ કે, પીવાના પાણી માટેનુ એ.ટી.મ મશીન, સીસીટીવી થી સુસજ્જ ગામ અને ગામના દરેક વ્યક્તિને વપરાશ માટે પુરતુ પાણી મળી રહેએ માટેની વોટર સિસ્ટમ વિગેરેની માહિતી આપી હતી. આ મુલાકાતમાં જિલ્લા કારોબારી અધ્યક્ષ અરવિંદભાઇ પાઠક અને તલાટી ક્મ મંત્રીઓ સહિત ૫૦ જેટલા વિવિધ પદાધિકારીઓએ ભાગ લીધો હતો.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *