નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના ૩૦૦ કલાકારોએ કાર્યક્રમના સ્થળે ૧૬ જેટલી રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી લોકોનો ઉત્સાહ વધાર્યો

નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના ૩૦૦ કલાકારોએ કાર્યક્રમના સ્થળે ૧૬ જેટલી રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી લોકોનો ઉત્સાહ વધાર્યો

નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો

ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને વિવિધ પ્રસંગોએ દેવી દેવતાને રીઝવવા અને સંસ્કૃતિના ભાગરૂપે પોતાની ઢબે આદિવાસી નૃત્ય કરતા હોય છે. આદિવાસી નૃત્ય મનમોહક હોય છે. આ મનમોહક નૃત્યએ આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સમગ્ર કાર્યક્રમને ઉર્જાવાન બનાવ્યો હતો. નવસારી જિલ્લો પોતાની અનોખી બાબતો માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. ત્યારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવકારવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા ખાસ સાંસ્કૃતિક નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના ૩૦૦ કલાકરો દ્વારા કાર્યક્રમના સ્થળે પણ ૧૬ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી નાગરિકોને મનોરંજન આપ્યું હતું. આ ૧૬ કૃતિઓમાં તુળજા ભવાની ગૃપો નવસારી દ્વારા ગણેશ વંદના લેઝીમ ડાંસ(મરાઠી), બાલજી નવયુવક રાસ મંડળ, સરી બુજરંગ નવસારી દ્વારા મણીયારો રાસ(વ્હાલા સંદેશો..), કર્મશુ આર્ટસ, સુરત દ્વારા હર હર શંભુ ગીત ઉપર નૃત્ય, નુપુર સાજ સ્કુલ ઓફ પરફોર્મિંગ આર્ટસ, નવસારી દ્વારા ઝુમે ગોરી રીમીક્સ રાસ( ગુજરાતી કલ્ચરલ), બજરંગી ધર્મેશભાઇ એન્ડ ગૃપ, નવસારી દ્વારા ઘેરીયા લોક નૃત્ય, પ્રગતિ યુવક મંડળ, ધવલીદોડ, ડાંગ દ્વારા ડાંગી લોકનૃત્ય, આરતી ભટ્ટ ડાન્સ ગૃપ, સુરત દ્વારા ઘૂમર ઘૂમે છે-રાજસ્થાની અને બોલીવુડ સોંગ, સપ્તધ્વની કલાવૃંદ અને સંગીત વર્ગ દ્વારા દુધે તે ભરી તલાવડી-ગરબો, શિવમ એજ્યુકેશન એન્ડ જનસેવા ટ્રસ્ટ, વાંસદા નવસારી દ્વારા તૂર નૃત્ય, નુપુર સાજ સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ નવસારી દ્વારા રણછોડ રંગીલા-રીમીક્ષ, આદિવાસી કલા સાંસ્કૃતિક મંડળ, ધામોદલા, વાલોડ, તાપી દ્વારા ડોવડા નૃત્ય, કાઠિયાવાડી બોયઝ સુરત ગૃપ દ્વારા ગોતીલો ગોતીલો-રીમીક્ષ, આરતી ભટ્ટ ડાન્સ ગૃપ, સુરત દ્વારા ઢોલી તારો ઢોલ-રીમીક્ષ, એસ.પી.બોર્ન ટુ વિન ડાન્સ કંપની, સુરત દ્વારા બોલીવુડ ડાન્સ રીમીક્ષ-દેશ ભક્તિ ગીત, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ, વાઝરડા, તાપી દ્વારા ગામીત નૃત્ય, જેઝ મ્યુઝિક ગૃપ દ્વારા દેશભક્તિ ગીતો રજુ કરવામાં આવ્યા હતા.

આ તમામ કાર્યક્રમોમાં ઢોલ નગારાના નાદે સમગ્ર માહોલ ખુશનુમા બનાવવાની સાથે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો ભારે રંગ જામ્યો હતો. કાર્યક્રમના સ્થળે વિવિધ ડોમમાં યજમાન સ્થાનિક નાગરિકો પણ આદિવાસી સંગીતના તાલે ઝુમી ઉઠયા હતા. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

લખપતિ દીદી સંમેલનની સાથે સાથે…

• મહિલા સશક્તિકરણ ખરા અર્થમાં સાર્થક: મુખ્ય સ્ટેજ પર ૧૮ મહિલાઓને અગ્ર હરોળમાં સ્થાન અપાયું

• વડાપ્રધાને નારી શક્તિ સમક્ષ હાથ જોડી નમસ્કાર કરી શીશ ઝુકાવી સૌજન્યપૂર્ણ આભાર પ્રગટ કર્યો

•લખપતિ દીદીઓના આરોગ્યની પણ સરકારે ચિંતા કરી, એસટી બસમાં લખપતિ દીદીઓની સંભાળ માટે આરોગ્ય કર્મીઓનો સ્ટાફ સાથે રહ્યો

•વિશ્વ મહિલા દિને મહિલાશક્તિનો પરચમ લહેરાયો: સભા સ્થળે સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસે બખૂબી નિભાવી દુનિયાને મિસાલ પૂરી પાડી

• વડાપ્રધાનના આગમન ટાણે ભારત માતા કી જય, વંદે માતરમ અને “મોદી, મોદી”ના નારાથી શામિયાણો ગુંજી ઉઠ્યો

• સખી મંડળની મહિલાઓ દ્વારા વિવિધ પ્રોડક્ટની ભેટ, કચ્છની મહિલાઓ દ્વારા મિરર વર્કથી બનાવેલું સ્મૃતિ ચિન્હ અને જામનગરની બહેનોએ રબારી વર્કથી બનાવેલું સ્મૃતિચિહ્ન વડાપ્રધાનને ભેટ સ્વરૂપે આપી અભૂતપૂર્વ સ્વાગત કરાયું

Related post

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…
૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા:નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ પિડીત મહિલાઓએ મદદ મેળવી

૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ…

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *