નવસારી જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં મળી
- Local News
- March 15, 2025
- No Comment
નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટર ક્ષિપ્રા આગ્રેએ લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને વહેલી તકે નિકાલ કરવા તાકીદ કરી હતી.
જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા સૂચનો પણ કર્યા હતા.
આ બેઠકમાં નવસારીના જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ , નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા,પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ,વાંસદા પ્રયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.