નવસારીના પૂર્વ પટ્ટીના નાગધરા ગામે ખેતરમાં ફુલ તોડતી વખતે દિપડાએ યુવાન ઉપર હુમલો કર્યો

નવસારીના પૂર્વ પટ્ટીના નાગધરા ગામે ખેતરમાં ફુલ તોડતી વખતે દિપડાએ યુવાન ઉપર હુમલો કર્યો

નવસારીના પૂર્વ પટ્ટીના નાગધરા ગામે એક યુવાન પર દિપડાએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી, જ્યારે 35 વર્ષીય સુશીલ જેરામભાઈ પટેલ પોતાના ખેતરમાં સવારે લીલીના ફુલ તોડવા ગયા હતા.

ફુલ તોડતા દરમિયાન ખેતરમાં અચાનક બે દિપડાઓ ત્યાં દેખાયા હતા. જેમાંથી એક દિપડાએ સુશીલભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલાની કારણે તે બુમાબુમ કરવા લાગ્યા હતો, જેના કારણે બીજો દિપડો ત્યાંથી ભાગી ગયો હતો. અચાનક હુમલો થતા આ યુવાને દીપડાનો પ્રતિકાર કર્યો હતો સુનીલભાઈએ તત્પરતા અને બહાદુરી બતાવતા મોઢા પાસે હાથ મૂકી દેતા તેને હાથ,છાતી,મોઢા અને માથાના ઈજાઓથી થઈ હતી મોંઢા પાસે હાથ મૂકી દેતા મોટી ઇજાઓ બચાવ કર્યો હતો.હુમલામાં યુવાન ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા ટાંકા આવ્યા હતા.

https://youtu.be/Z0I79_AYgys?si=1MQwykUYApvRH_Aj

નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં અવારનવાર જંગલી પ્રાણીઓ માનવ વસ્તી તરફ આવી જતા હોય છે. દીપડા જેવા માંસાહારી પ્રાણીઓ ભટકતા ભટકતા માનવ વસ્તી તરફ આવીને ઘણીવાર માણસો પર હુમલો પણ કરી દેતા હોય છે.આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. યુવાન ઉપર દિપડાએ હુમલાની અંગે જાણ થતા વનવિભાગે દિપડાઓના પકડવા કાર્યવાહી હાથ ધરી છે ઘટના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓની વધતી ચહલપહલ પર ચિંતાનું માહોલ છવાઈ જવા પામ્યો છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *