ગુજરાત બેડમિન્ટન એસોસિએશનમાં નવસારીના ડૉ. મયુર પટેલ વરણી કરાઈ
- Local News
- March 19, 2025
- No Comment
ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને ચુંટણી સૂર્યા પેલેસ, વડોદરા ખાતે મળી હતી. જેમાં નવસારી ડીસ્ટ્રીક બેડમિન્ટન એસોસીએશન ના પ્રમુખ અને નારણ લાલ કોલેજ ના શારીરિક શિક્ષણ ના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. મયુર પટેલ ની કારોબારી સમિતિ ના સભ્ય તરીકે અગામી ચાર વર્ષ માટે (૨૦૨૫-૨૦૨૯) માટે વરણી કરવામાં આવી હતી. આ સમગ્ર ચુંટણીનું સંચાલન એડવોકેટ જરેશ જગદીશચંદ્ર શાહ એ કર્યું હતું. તેમજ ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશન ના નિરિક્ષ્ક તરીકે કૌશિકભાઈ બીડીવાલા ઉપસ્થિત રહયા હતા.
નવસારી જીલ્લાના ડો. મયુર પટેલની કારોબારી સમિતિમાં વરણી થતા નવસારી ડીસ્ટ્રીક બેડમિન્ટન એસોસીએશનના મંત્રી ફરેદુન મિરઝા, ડો. રૂસ્તમ સદરી, બોમી જાગીરદાર, ડો. ભાવેશ દેવતા, સભ્યો અને રમતગમત પ્રેમીઓએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.