નવસારી જિલ્લાના ક્રિકેટરો માટે ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ 3 એપ્રીલે યોજાશે
- Sports
- March 25, 2025
- No Comment
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી જીલ્લના ક્રિકેટરો માટે ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ અંતર્ગત ભાઈઓ માટે અંદર 16, અંદર 19 અને ઓપન એજ બહેનોનું સિલેકશન મોહનલાલ દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ (એમ.સી.એ.) ચીખલી કોલેજ ખાતે તારીખ 2 અને 3 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર હતો.

જે હવે 3 એપ્રીલ 2025 નારોજ સવારે 7 : 30 કલાક થી યોજાનાર છે જેની ભાગ લેનાર ભાઈઓ અને બહેનોએ નોંધ લેવી. વધુ માહિતી માટે ડો. જયમલ નાયક 9879203452, દર્શિત ગૌસ્વામી 9825115828 નો સંપર્ક કરવો.