અવિસ્મરણીય મુલાકાત: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાંસદ ધવલભાઈ પટેલ અને પરિવારને મળી આપેલી પ્રેરણા જીવનની અમૂલ્ય ભેટ ગણાવી
- Local News
- March 24, 2025
- No Comment
વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લઈ પરિવાર સાથેની યાદગાર પળોને માણી સાંસદે જીવનની અકલ્પનિય અને અદભુત પ્રસંગ સમાન ગણાવ્યો હતો આ પ્રસંગે વલસાડ-ડાંગ સાંસદને પ્રધાનમંત્રી મોદીએ આપેલા આશીર્વચન તેમજ પ્રેરણાદાયી ચર્ચા વિમર્શ કરવાનો અવસર સાંસદ અને તેમના પરિવાર સાથે મળ્યો આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સાંસદ ધવલભાઈ પટેલના પત્ની શ્રીમતી સુપ્રિયા પટેલ,પુત્ર યુગમ,પુત્રી શ્રીજા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

પ્રધાનમંત્રી મોદીએ સાંસદની પુત્રી શ્રીજાને ખુબજ વ્હાલ કરી આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ સાંસદ તરીકે ધવલભાઈ પટેલે તેમના એક વર્ષ પૂર્ણ થયા એ અવસરે એમના એક વર્ષના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા વિકાસકીય કામો તેમજ પોતાના મત વિસ્તારના લોકોની સુખાકારી માટે લોક દરબારો યોજી લોકોના પ્રશ્નો સાંભળી એમનું નિરાકરણ ટૂંકાગાળામાં કરી લોકપ્રિયતા હાસિલ કરી વલસાડ-ડાંગની પ્રજામાં તેમજ વાંસદા વિધાનસભામાં ભાજપ કરેલ કામોનું એક વર્ષનું રીપોર્ટ કાર્ડ મોદી સમક્ષ રજુ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વર્ષમાં વલસાડ-ડાંગમાં સાંસદ તરીકે ધવલ પટેલની લોકપ્રિયતા અને એમની કામગીરી કરવાની આવડત તેમજ પોતાના મત વિસ્તારના નાનામાં નાના લોકો સાથે ચર્ચાઓ કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ કરવાની કામગીરીને ખૂબ બિરદાવી હતી તેમજ કામગીરીની ખૂબ પ્રશંશા કરી આવનાર દિવસોમાં પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કર્યો અંગે ઝીણવટભરી ચર્ચા-વિચારણા કરી પ્રધાનમંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની મુલાકત લઈ એમના સાથે વિતાવેલી દરેક પળ ખુબજ યાદગાર રહી હતી તેમજ એમની મુલાકાતમાં જીવનનામાં ઉતારવા જેવા અનેક સૂત્રો અને એમના દ્વારા સાંસદ અને પરિવારને મળેલી પ્રેરણા અમૂલ્યભેટ હતી

વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી