“કૃષિ પ્રગતિ” એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો:ડિજીટલ ટેકનોલોજી કૃષિક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે:જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા

“કૃષિ પ્રગતિ” એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો:ડિજીટલ ટેકનોલોજી કૃષિક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે:જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા

આજના ટેકનોલોજીના યુગમા દેશમા દરેક ક્ષેત્રે રોજિંદા ધોરણે અવનવા સંશોધનો થઇ રહ્યા છે તથા AI ના યુગમાં મોબાઇલ ફોનની પહોંચ દેશના લગભગ દરેક વ્યક્તિનાં હાથવગી થઇ રહી છે ત્યારે કૃષિક્ષેત્ર પણ અન્ય ક્ષેત્રો સાથે કદમતાલ મિલાવી રહ્યુ છે. ગુજરાત રાજ્યનાં ખેડુતોએ હાલપર્યંત સુધી મશીનરી ક્ષેત્રે થયેલ પ્રગતિને ખુલ્લા હાથે અપનાવી છે, પરંતુ ગુજરાત રાજ્ય ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલુ હોઇ વારંવાર થતી કુદરતી આફતો સામે ખેડુતો લાચાર હતા. જેને સરકારે ખુબ જ ગંભીરતાથી લઇ ત્વરાથી કૃષિભવન, ગાંધીનગર ખાતે કમાન્ડ એંડ કંટ્રોલ સેન્ટર ચાલુ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર અને Coforge નાં સંયુક્ત પ્રયાસોથી કેંદ્ર સરકારની ડિજીટલ ક્રોપ સર્વે, ફાર્મર રજીસ્ટ્રી જેવા ફ્લેગશીપ પ્રોજેક્ટનાં અમલીકરણમાં ગુજરાત રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે, તેમજ હાલમાં જ ખેડુતોપયોગી “કૃષિ પ્રગતિ” એપ ખેડુતોને ખુબ જ ઉપયોગી થઇ રહી છે. જેની તાલીમ જિલ્લાનાં પાયાનાં કાર્યકરોને મળી રહે તે હેતુથી તાલીમ વર્કશોપનું આયોજન સ્વામી વિવેકાનંદ હોલ, અસ્પી કોલેજ ઓફ હોર્ટીકલ્ચર, નકૃયુ, નવસારી ખાતે કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલાતા દ્વારા જિલ્લાનાં કૃષિ સ્ટાફને “કૃષિ પ્રગતિ” એપ વિશે જિલ્લાનાં ખેડુતોને માહિતગાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા DCS, Agristack farmer Registry અને કૃષિ પ્રગતિ એપ જેવી ટેકનોલોજી કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે એમ આશા વ્યક્ત કરી હતી.

આ સાથે વર્કશોપમાં Coforgeના અધિકારીઓ દ્વારા હાલમાં ખાતા દ્વારા ઝુંબેશ રૂપે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ જેવા કે ડિજીટલ ક્રોપ સર્વે તેમજ એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. જેમાં સેટેલાઈટ બેઝ્ડ રિમોટ સેન્સીંગ આધારિત પાક વાવેતર વિસ્તાર એસ્ટીમેશન, પાક પરિસ્થિતી આધારિત રોગ જીવાતની શક્યતાઓને ધ્યાને લઈ ખેડૂતોને માહિતગાર કરવા તથા હવામાનના બદલાવ અને તેની પાક ઉપર થનાર અસરો બાબતે સેટેલાઈટ બેઝ્ડ રિમોટ સેન્સીંગ થી માહિતી કઇ રીતે મેળવી શકાય અને કઇ રીતે તેનો ઉપયોગ કરી શકાય અને ખેડૂતોને આગોતરું આયોજન કરવા મદદરૂપ થઈ શકાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા ખાસ હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. એ. આર. ગજેરા, કે.વી.કે., નવસારીનાં વડા ડો. કિંજલ શાહ, જિલ્લાનાં તમામ ખેતી વિભાગનાં અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો તેમજ જિલ્લામાંથી ઘણા પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા. આ વર્કશોપમા તાલીમ અધિકારી તરીકે કૃષિભવન ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી Coforgeના ટીમ લીડર કૃપાલ પરમાર તથા  પ્રથમેશભાઇ કાશિદએ સેવા આપી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *