પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ
- Local News
- April 23, 2025
- No Comment
આજના સમયમાં આતંકવાદ સમગ્ર દુનિયાનો સૌથી ભયાનક અને ક્રૂર દુશ્મન બની ગયો છે. વિશેષ કરીને ભારત પર વારંવાર થતાં આતંકી હુમલાઓ દેશના નાગરિકોમાં આક્રોશ, દુઃખ અને અસહાયતાની ભાવનાઓ ઉદભવાવે છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા નિર્દય આતંકી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ નાગરિકો પણ શહીદ થયા છે.આ નિર્દોષ લોકોની હત્યા માત્ર માનવતા નહીં, પણ સમગ્ર દેશની શાંતિ માટે પડકારરૂપ છે.

આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લાગણી ઉદ્ભવી છે. નવસારી શહેરમાં પણ આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. નાગરિકોએ શહીદ ચોક ખાતે ભેગા થઈ પાકિસ્તાનના ઝંડા અને પુતળાં દહન કર્યા તેમજ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
https://youtu.be/M7vh00PKizg?si=vjeEAK_gmd49z7K_
નવસારીના સુગ્ન નાગરિકોએ “ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોજોઈએ” તેમજ પાકિસ્તાન વિરુદ્ધ નારાઓ જેવા ઉગ્ર નારા લગાવ્યા અને સરકાર સમક્ષ માંગ રજુ કરી કે હવે આતંકવાદ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.આ ઘટનાએ દેશને ફરીથી જાગૃત બનાવ્યો છે કે હવે ધીરજની હદ ઓવરાઈ ચૂકી છે. નવસારીની જનતાની માગ છે કે આતંકવાદ અને તેને આશરો આપનારા દેશો સામે ભારતે કડક અભિગમ અપનાવીને દ્રઢ નિર્ણય લેવો જોઈએ.